- રાજકોટમાં ખાનગી હોસ્પિટલ્સમાં ચકાસણી
- ફૂડ વિભાગની ટીમે હાથ ધર્યું ચેકિંગ
- વિવિધ માપદંડોના પાલનનું ચેકિંગ કરાયું
રાજકોટઃ હોસ્પિટલમાં ફૂડ વિભાગ દ્વારા સેનિટાઇઝરનો કર્મચારીઓ દ્વારા યોગ્ય ઉપયોગ કરવો, સાબુ અને પાણીથી હાથ ધોવાની વ્યવસ્થા રાખવી, પ્રીમાઇસીસની અંદર- બહાર સ્વચ્છતા અને હાઇજીનીક કન્ડિશન્સ જાળવવી, ફરજિયાત માસ્ક પહેરવાના નિયમનું કર્મચારીઓ દ્વારા પાલન કરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું તથા ફુલ કેપેસિટીથી 50 ટકા બેઠકોનો જ ઉપયોગ કરવો, પ્રીમાઇસીસની અંદર / બહાર બિનજરૂરી ભીડ એકત્રિત ન થવા દેવી, કેન્ટીન માટેનું / સપ્લાયરનું માન્ય ફૂડ લાયસન્સ સ્થળ પર દર્શાવવું, જેવી બાબતોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ફૂડ વિભાગ દ્વારા શહેરમાં આવેલ જુદી-જુદી હોસ્પિટલમાં આવેલ કેન્ટીનમાં પણ ચકાસણી કરેલ જેમા પી.ડી.યુ. હોસ્પિટલ, પરમ હોસ્પીટલ, સ્ટાર સીનર્જી હોસ્પિટલ, શ્રેયાંશ હોસ્પીટલ, જયનાથ હોસ્પિટલ, ઓરેન્જ હોસ્પિટલ (ઓલમ્પસ), આયુશ હોસ્પીટલ, સત્કાર હોસ્પિટલ, શાંતિ હોસ્પિટલ (સુરભી હોટલ), દોશી હોસ્પિટલ, નીલકંઠ હોસ્પિટલ (લોન્જ બોય્ઝ હોસ્ટેલ), હોપ કોવિડ હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, રત્નદીપ કોવિડ હોસ્પિટલ ખાતે કેન્ટીનમાં સ્વચ્છતા તથા કોવિડ ગાઇડલાઇન્સનુ પાછન કરવા જરૂરી સૂચના અપાઈ હતી.
નોટિસો ફટકારાઈ
જ્યારે ચકાસણી કરેલ હોસ્પિટલ પૈકી આશાપુરા રોડ પર પરમ હોસ્પિટલ, ભક્તિનગર સર્કલ પાસે જયનાથ હોસ્પિટલ, રજપુતપરા ચોક પાસે ઓરેન્જ હોસ્પિટલ, કાલાવડ રોડ પર નીલકંઠ હોસ્પિટલ, અને રાષ્ટ્રીય શાળા સામે રત્નદીપ હોસ્પિટલ, દરેકના ફૂડ સપ્લાયસર પાસે લાયસન્સ નહિ હોવા સબબ નોટિસ તથા દોશી હોસ્પિટલમા કેન્ટીનમા ફૂડ લાયસન્સ રીન્યુ કરાવેલ ન હોઇ તેને પણ નોટીસ ફટકારવામાં આવી હતી.