ETV Bharat / state

રાજકોટમાં CBIની ટ્રેપ: EPFO ડેપ્યુટી રીજીયોનલ કમિશનરનો એજન્ટ ઝડપાયો - CBI trap in Rajkot

જ્યારે આ કૌભાંડ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું. એવામાં એક સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ મામલે સીબીઆઇમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇને CBIની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને ડેપ્યુટી રિજનલ કમિશનરના એજન્ટ એવા ચિરાગ જસાણીને રંગે હાથ રૂ. 2 લાખ લેતા પકડી પાડવામાં આવ્યો હતો.

CBI trap Rajkot agent of EPFO ​​Deputy Regional Commissioner rajkot caught

author img

By

Published : May 21, 2023, 10:02 AM IST

રાજકોટ: વધુ એક વાર CBI દ્વારા ટ્રેપ કરવામાં હતી. જેમાં EPFOના ડેપ્યુટી રીજનલ કમિશનરનો એજન્ટ રૂ. 2 લાખ લેતા રંગેહાથ ઝડપાયો છે. જોકે રાજકોટમાં ફરી એકવાર CBIની ટ્રેપ થતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે હાલ રાજકોટ EPFOના ડેપ્યુટી રીજનલ કમિશનર ફરાર છે. ત્યારે તેનો એજન્ટ પકડાઈ જતા સીબીઆઇની ટીમ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન કોર્ટ દ્વારા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે રિમાન્ડ દરમિયાન આગામી દિવસોમાં અનેક કૌભાંડો ખૂલે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે.

CBI trap in Rajkot, agent of EPFO Deputy Regional Commissioner caught
ડેપ્યુટી કમિશ્નરનો એજન્ટ લાંચ લેતા ઝડપાયો

ડેપ્યુટી કમિશ્નરનો એજન્ટ લાંચ લેતા ઝડપાયો: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના EPFO ઓફિસમાં ડેપ્યુટી રીજનલ કમિશનર નીરજ સિંહ દ્વારા વર્ષ 2004માં કેટલાક ઉદ્યોગોકારો અને સરકારી કોન્ટ્રાક્ટરોની કામમાં ક્વેરી મામલે નોટિસો ફટકારવામાં આવી હતી. ત્યારે આ મામલે ડેપ્યુટી રીજનલ કમિશનરના એજન્ટ તરીકે ચિરાગ જસાણી આ મામલે નોટિસ ફટકારવામાં આવે ઉદ્યોગકારો અને કોન્ટ્રાક્ટરોનો સંપર્ક કરતો હતો અને ત્યારબાદ વહીવટ કરવો પડશે તેમ કહીને તેમનું કામ કરાવી આપવામાં આવશે તેવી વાત કરતો હતો. જ્યારે આ કૌભાંડ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું. એવામાં એક સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ મામલે સીબીઆઇમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇને CBIની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને આ ડેપ્યુટી રિજનલ કમિશનરના એજન્ટ એવા ચિરાગ જસાણીને રંગે હાથ રૂ. 2 લાખ લેતા પકડી પાડવામાં આવ્યો હતો.

સરકારી કોન્ટ્રાકટર દ્વારા કરાઇ હતી ફરિયાદ: સરકારી કોન્ટ્રાક્ટર પાસે ચિરાગ જસાણીએ ક્વેરી સોલ્વ કરવા માટે રૂ. 12 લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં કોન્ટ્રાકટર દ્વારા આ પૈસા આંગડિયા પેઢીમાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેને લઇને પૈસા માટે સમય અને સ્થળ નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જ્યારે પૈસા લેવા જેવો જ ચિરાગ આવ્યો તેને CBI દ્વારા લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો. બીજી તરફ સમગ્ર ઘટનાને પગલે EPFOના ડેપ્યુટી રીજનલ કમિશનર નીરજ સિંઘ હાલ ફરાર છે. જ્યારે સીબીઆઇના ટીમ દ્વારા તેમનું ઘર સિલ કરવામાં આવ્યું છે. તેમજ તેમના એજન્ટ એવા ચિરાગ જસાણીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

  1. Indian Airforce: IAF એ અસ્થાયી રૂપે મિગ-21 ફાઇટર જેટ પાછા ખેંચી લીધા
  2. Dakor Crime: વિધર્મી યુવાનની પ્રેમજાળમાં ફસાયેલી પોલિસ કર્મીની પુત્રીનો આપઘાત
  3. Patan Deadbody Case: પાઇપલાઇનમાંથી મળેલ મૃતદેહની હત્યા તો નથી થઈ, પોલીસે કર્યો ખુલાસો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.