ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં બેફામ વીજ ચોરી, છેલ્લાં એક મહિનામાં 34 કરોડ 39 લાખની PGVCLએ ઝડપી વીજ ચોરી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં PGVCLની ટીમ દ્વારા મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે, દરમિયાન વીજ ચોરી થતી હોવાની ઘટનાઓ પણા સામે આવી રહી છે, ત્યારે છેલ્લા એક મહિનામાં PGVCLએ 34 કરોડ 39 લાખની વીજ ચોરી ઝડપી છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાંથી છેલ્લા 7 મહિનામાં 164.23 કરોડની વીજ ચોરી ઝડપી પાડી છે.

રાજકોટ જિલ્લામાં બેફામ વીજ ચોરી
રાજકોટ જિલ્લામાં બેફામ વીજ ચોરી
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 1:17 PM IST

રાજકોટ: દિવાળીના તહેવાર બાદ PGVCL દ્વારા ફરી દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં PGVCLની ટીમ દરોડા પાડવામાં આવી રહ્યાં છે, દરમિયાન વીજ ચોરી થતી હોવાની ઘટનાઓ પણા સામે આવી રહી છે, ત્યારે છેલ્લા એક મહિનામાં PGVCLએ 34 કરોડ 39 લાખની વીજ ચોરી ઝડપી છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાંથી છેલ્લા 7 મહિનામાં 164.23 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે.

રાજકોટ જિલ્લામાં વીજ ચોરી ડામવા PGVCLનું ચેકિંગ

બેફામ વીજચોરી: ઓક્ટોબર 2023માં PGVCL દ્વારા રાજકોટ શહેરમાં 635 વીજ કનેક્શન માંથી વીજ ચોરી ઝડપવામાં આવી હતી. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં 554, મોરબીમાંથી 543, પોરબંદરમાંથી 694, જામનગરમાંથી 1033, ભૂજમાંથી 319, અંજારમાંથી 343, જૂનાગઢમાંથી 833, અમરેલીમાં 835, બોટાદમાંથી 481, ભાવનગરમાંથી 917 અને સુરેન્દ્રનગરમાંથી 1032 એમ સૌરાષ્ટ્ર કચ્છના કુલ 8219 અલગ-અલગ વીજ કનેક્શનમાંથી PGVCLની ટીમ દ્વારા વીજ ચોરી ઝડપવામાં આવી છે. PGVCLની ટીમ દ્વારા 56,477 જેટલા વીજ કનેક્શનમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી આ વીજ ચોરી ઝડપાઈ છે. જે દરમિયાન ઓક્ટોમ્બર 2023 એટલે કે માત્ર એક માસમાં 34.39 કરોડની પાવર ચોરી ઝડપાઈ છે. તેમજ હાલમાં ઓન વીજ ચેકીંગની કામગીરી શરૂ છે.

કરોડોની વીજચોરી: PGVCLની ટીમ દ્વારા છેલ્લા 7 મહિનામાં એટલે કે, એપ્રિલ 2023થી ઓકટોબર 2023 સુધીમાં કુલ 2 લાખ 94 હજાર 185 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 50,840 જેટલા વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાઈ હતી. જ્યારે 7 મહિનામાં કુલ 164.23 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. ઉલ્લેખનીય છે કે PGVCL દ્વારા દિવાળી સહિતના તહેવાર હોય ત્યારે પાંચથી છ દિવસ સુધી વીજ ચેકીંગની કામગીરી બંધ રાખવામાં આવી હતી, પરંતુ દિવાળીનો તહેવાર પૂર્ણ થયા બાદ PGVCLની ટીમ ફરી એલર્ટ થઈ છે. તેમજ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના અલગ-અલગ જિલ્લાઓમાં દરરોજ દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

  1. દિવાળી તહેવાર બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો, શરદી-તાવ-ઉધરસના કેસમાં ઉછાળો
  2. ધોરાજીના યુવકે કરી ઈચ્છામૃત્યુની માંગ, જેટકો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ પરીક્ષામાં અન્યાય થયાનો દાવો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.