Rajkot Murder Case: પત્નીના પૂર્વ પ્રેમીએ 7 વર્ષ બાદ વેર વાળ્યું, પૂર્વ પ્રેમીએ મિત્રો સાથે મળી પતિને ઉતાર્યો મોતને ઘાટ - Rajkot murder case
રાજકોટમાં મોડી રાત્રે પત્નીના પૂર્વ પ્રેમી સહિતના ઈસમોએ યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે હવે રાજકોટની માલવીયાનગર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ માલવીયાનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ ઘટનાના આરોપીઓને પકડી પાડ્યા છે.
રાજકોટઃ રાજકોટમાં જાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં રાજકોટના ગોકુળધામ વિસ્તારમાં આવેલા ક્વાર્ટરમાં મોડી રાત્રે એક યુવાન ઉપર હુમલો થયો હતો.જે બાદ સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે.
ગુનો હત્યામાં પલટાયો: જે ઘટનામાં આ યુવાન ગંભીર રીતે ઘવાતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ યુવાનને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે હવે ગુનો હત્યામાં પલટાયો છે. જેને લઇને સમગ્ર મામલે હવે રાજકોટની માલવીયાનગર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
વધુ નામ ખુલ્યા: આ મામલે જે બે આરોપીઓના નામ સામે આવ્યા હતા. તે હિરેન પરમાર અને કાંચાને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે તેમની પૂછપરછમાં અન્ય નામો પણ ખૂલ્યા છે. જેને પોલીસ દ્વારા પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક સત્તત વધ્યો છે. એવામાં હવે આ વિસ્તારમાં હત્યાનો બનાવ સમાં આવતા ચકચાર મચી જવા પામી છે--રાજકોટ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ સાવલિયા
આ પણ વાંચો Rajkot Crime News : ઘરેલુ હિંસાના કેસ મામલે રાજકોટ કોર્ટમાં વકીલ ઉપર કરાયો હુમલો
પૂર્વ પ્રેમીએ કરી યુવાનની હત્યા: રાજકોટના માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમાં આવતા ગોકુળધામ ક્વાર્ટર નજીક કિશન ડોડીયા નામના યુવક ઉપર તેની પત્નીના પૂર્વ પ્રેમી એવા હિરેન પરમાર અને તેના મિત્ર દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં તે ગંભીર રીતે ઘવાયો હતો. જેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કિશનને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. ત્યારે આ મામલો હવે ગુન્હો હત્યામાં પલટાયો હતો.