રાજકોટઃ જિલ્લામાં સવારના સમયે આજીડેમ નજીક આવેલા ઓવરબ્રિજની દીવાલ ધસી પડતા બે વાહન ચાલકોના મોત નિપજ્યા હતા. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ ગોંડલ રાષ્ટ્રિય ઘોરીમાર્ગ પર ભાવનગર ચોકડી નજીક અંડરપાસની રિટેઇનીંગ વોલ તૂટવાની સમગ્ર ઘટનાની ગંભીરતાપૂર્વક નોંધ લીધી હતી.
આ બનાવની મેજિસ્ટ્રીયલ તપાસ માટે કલેક્ટરને આદેશો કર્યો છે. રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર ભાવનગર ચોકડી પાસે NHAI દ્વારા બનાવવામાં આવેલા આ અંડરપાસની રિટેઇનીંગ વોલનો 20 મીટરનો ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે સર્વિસ રોડ પરથી પસાર થતા બે વ્યકિતના દુઃખદ મૃત્યુ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પૂલનું કામ વર્ષ 2008માં NHAI દ્વારા કરવામાં આવેલું છે. NHAIએ પણ આ રિટેઇનીંગ વોલ ઘટનાની ઇજનેરી તપાસ માટે SVNIT સુરતને બોલાવવાનો નિર્ણય કર્યો હતો.