ETV Bharat / state

જસદણના કડુકા ગામે વાસ્મો અને રસ્તાના કામનું ખાતમુહૂર્ત કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ કર્યું - જસદણ

રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના કડુકા ગામે વાસ્મો અને રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Etv Bharat, Gujarati News, Kuverji Bavaliya
જસદણના કડુકા ગામે વાસ્મો અને રસ્તાના કામનું ખાતમુહૂર્ત કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ કર્યું
author img

By

Published : Nov 20, 2020, 10:25 AM IST

  • કડુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે રસ્તાના કામો થશે
  • ઓગમેન્ટેશન જનરલ ઇન રૂરલ એરીયા ટેપ કનેકટીવીટી કાર્યક્રમ હેઠળ કડુકાના બધા જ ઘરોને આવરી લેવાયા છે
  • કડુકા ગામે રુપિયા 13.19 લાખના ખર્ચે થનારા વાસ્મો યોજના
  • રૂપિયા 38.39 લાખના ખર્ચે બનનારા કડુકાથી ધારઇ સુધીના રસ્તાનું ખાતમુર્હૂત કરાયું

રાજકોટઃ રાજયના પાણી પૂરવઠા અને પશુપાલન વિભાગના પ્રધાન કુંવરજી બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના કડુકા ગામે રૂપિયા 13.19 લાખના ખર્ચે થનારા વાસ્મો યોજનાના તથા રૂપિયા 38.39 લાખના ખર્ચે બનનારા કડુકાથી ધારઇ સુધીના રસ્તાના કામનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતું.

કેબિનેટ પ્રધાન કુંવરજીએ કર્યું ખાતમુહર્ત

કેબિનેટ પ્રધાન કુંવરજીએ જણાવ્યું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દ્વારા લોકોને રસ્તા, ગટર, વીજળી, પાણી સહિતની પાયાની સુવિધા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Kuverji Bavaliya
જસદણના કડુકા ગામે વાસ્મો અને રસ્તાના કામનું ખાતમુહૂર્ત કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ કર્યું
Etv Bharat, Gujarati News, Kuverji Bavaliya
જસદણના કડુકા ગામે વાસ્મો અને રસ્તાના કામનું ખાતમુહૂર્ત કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ કર્યું
ગામડાઓમાં શહેરો જેવી જ સુવિધા રાજય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં ગામડાઓમાં વિવિધ સુવિધાના કામો કોરાનાની મહામારી વચ્ચે પણ અટકયા નથી. જસદણ તાલુકાના કડુકામાં વિકાસ કાર્યનો પ્રારંભ કરાવતા અને ગ્રામજનોને નવા વર્ષ, લાભ પાંચમની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, કડુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે રસ્તાના કામો થશે આ માર્ગ બની જતા મુસાફરો-વાહન ચાલકોને અવરજવરમાં સુવિધા પ્રાપ્ત થશે. આ કામની લંબાઇ 1.850 કી.મી તેમજ નલ સે જલ યોજના અન્વયે પાણી વિતરણની પાઇપલાઇન (ઘર કનેકશન) સાથેના કામો પણ થશે. જેથી લોકોને પાણી વિતરણની સુવિઘા સુંદર અને સુદઢ બનશે ગામના દરેક ઘરોને નળ કનેકશન પણ પ્રાપ્ત થશે. ઓગમેન્ટેશન જનરલ ઇન રૂરલ એરીયા ટેપ કનેકટીવીટી કાર્યક્રમ હેઠળ કડુકાના બધા જ ઘરોને આવરી લેવાયા છે.કેબિનેટ પ્રધાને કોરોનાની મહામારીને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા કરી અપીલ

હાલ કોરાના સામે ફરી વધું સાવચેતી રાખવાની જરૂર છે, તેમ જણાવી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા, માસ્ક અને હાથ ધોવા સહિતની જાગૃતિ પર ભાર મુકયો હતો.

આ કાર્યક્રમમાં સરપંચ પ્રભુભાઇ, હરેશભાઇ હેરભા, જશુબેન બેરાણી, વિનુભાઇ માંડાણી, ભનાભાઇ ગોહિલ, વિશાલબેન અણીયાળિયા, સોમાભાઇ માલકિયા, સોમીબેન કારેલિયા, ભાવુબેન માંડાણી, રઘુભાઇ ખાચર, પ્રભુભાઇ બેરાણી, ઘનશ્યામભાઇ સોલંકી, આયકુબેન કેરભા, નાયબ કાર્યપાલક ઇજનેર હેમત ડાંગર અને જોષી, યુનિટ મેનેજર નીતિનભાઇ રૂપારેલિયા, વિપુલ ડેરવાલિયા, સંજય પાનસુરિયા, મેઘજીભાઇ ડાભી, અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.