રાજકોટઃ જામકંડોરણાના લોકોએ જણાવ્યું હતું કે, દિલીપભાઈ ભટ્ટીનું કોરોનાના કારણે અવસાન થયું હતું. તે જામકંડોરણાની હૉસ્પિટલમાં દાખલ હતા. હૉસ્પિટલ તરફથી એવું કહેવામાં આવ્યું કે, તમે એમ્બ્યુલસની વ્યવસ્થા તમારી જાતે કરો અને આ મૃતદેહને ધોરાજી સ્મશાને લઈ જશો.
હૉસ્પિટલ તરફથી કોઇપણ જાતનો હકારાત્મક સપોર્ટ મળ્યો ન હતો. એટલે એમ્બ્યુલન્સ મેળવવા માટે પ્રયાસ કર્યા પણ કોરોના ગ્રસ્ત મૃતદેહ હોવાથી કોઇ તૈયાર થયું નહીં. અંતે દિલીપભાઈના પરિવારે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો સંપર્ક કરી સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારે જયેશ રાદડિયાએ એક મિનિટનો પણ વિલંબ કર્યા વગર જામકંડોરણા છાત્રાલયની એમ્બ્યુલન્સ મોકલી આપી હતી અને અંતિમવિધિ માટે ધોરાજી ગયા હતા. જ્યાં સ્મશાન સ્ટાફ તરફથી પણ ખૂબ જ સારો સહકાર મળ્યો હતો.