રાજકોટ : કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, જેતપુર ASP સાગર બાગમાર, ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા કોલેજના ચેરમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત જયેશ રાદડિયાના PA વિપુલ બાલધા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા રાજકોટ પોતાના ઘરે હોમ આઈસોલેટ થયા છે. 2 દિવસ પહેલા કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોરબંદર સાંસદ રમેશ ધડુક અને ASP સાગર બાગમાર અને જેતપુરના ડોક્ટરો સાથે મિટિંગ કરી હતી.
![મહિલા કોલેજના ચેરમેન રીનાબેન ભોજાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-jetpur-jayeshraddiya-asp-corona-photo-gj10022_15092020141158_1509f_1600159318_342.jpg)
![જેતપુર ASP સાગર બાગમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-jetpur-jayeshraddiya-asp-corona-photo-gj10022_15092020141158_1509f_1600159318_770.jpg)
ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા કોલેજના ચેરમેન રીનાબેન ભોજાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ પોતાના ઘરે હોમ આઇસોલેશન કરવામાં આવ્યા.