ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઇ પટેલ સહિતના આગેવાનો દ્વારા ખોડીયાર માતાજીની આરતી પૂજા અર્ચન કરવામાં આવી હતી. KDVS દ્વારા આમંત્રિતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આયોજિત બાય બાય નવરાત્રી કાર્યક્રમ પૂર્વે ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલ, ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરા, બકુલભાઈ સોરઠીયા, દિલીપભાઈ રીબડીયા, વેલજીદાદા જય સરદાર સ્કૂલ, યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલભાઇ દોંગા, પિયુષભાઈ કોટડીયા તેમજ સંજયભાઈ પાદરીયા સહિતનાઓ દ્વારા ખોડીયાર માતાજીની આરતી કરવામાં આવી હતી.
બાદમાં કે.ડી.વી.એસના સદસ્યો દ્વારા સર્વેને શ્રી યંત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાય બાય નવરાત્રી કાર્યક્રમમાં 800 થી વધુ ખેલૈયાઓ દાંડિયા રાસ રમ્યા હતા. જેમાંથી પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસ સહિત 32થી ઇનામો ખેલૈયાઓને આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે લેઉવા પટેલ સમાજના આગેવાન રસિકભાઈ મારકણા, લક્ષ્મણભાઈ પટેલ પ્રવીણભાઈ રૈયાણી, નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, સદસ્ય કૌશિકભાઈ પડારીયા, વિનયભાઇ રાખોલિયા, સહિતનાઓ હાજર રહ્યા હતા.
ખોડલધામ મહિલા સમિતિ ગ્રુપ, કેડીવીએસ ગ્રુપ જેતપુર, ખોડલધામ યુવા સમિતિ ધોરાજી તેમજ યુદ્ધ એ જ કલ્યાણ ગૃપ નિખિલભાઇ દોંગા તેમજ પિયુષભાઈ કોટડીયા સહિતનાઓની સહયોગ સાંપડયો હતો. ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા પ્રથમ વર્ષે મંદબુદ્ધિના બાળકોને આમંત્રિત કરી દાંડીયારાસ રમાડવામાં આવ્યા હતા, દ્વિતીય વર્ષે સમાજના શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે તૃતીય વર્ષે સમાજસેવકોને સન્માનિત કરી બાલાશ્રમની બાળાઓને દાંડીયારાસ રમાડવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ - ગોંડલ તેમજ કાળુભાઇ રૈયાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. રાસોત્સવમાં જજ તરીકે જયેશભાઈ રાવરાણી,અર્જુનભાઈ બાલા,રાજુભાઈ કિકાણી,નિલેશભાઈ વાઘેલા,મીત પુજારા, તેમજ ભરતભાઇ આણંદ વારા સેવા આપવામાં આવી હતી. રાહુલ મહેતા અને ચાર્મી રાઠોડના કંઠ તેમજ રિયાઝ કુરેશી અને ખોડીદાસ વાઘેલાની ટીમલીના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા.