ગોંડલના દેરડી(કુંભાજી) અને ગોંડલ વચ્ચે રક્ષામાં પાડા અને ગૌવંશ ભરીેન જઈ રહેલી રીક્ષાને જીવદયા પ્રેમી લોકોએ રોકીને તપાસનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ કસાઈઓ દ્વારા જીવદયા પ્રેમીનું અપહરણ કરીને ઢોર માર માર્યાની ઘટના પ્રકાશિત થઈ છે.
ગામમાંથી પસાર થતી રીક્ષામાં કતલ કરવાના ઈરાદે પશુઓની હેરાફેરીને લઈને જીવદયા પ્રેમીઓએ રીક્ષાનો પીછો કર્યો હતો. આ છકડો રીક્ષાને કમઢીયા પાસેથી રોકીને તલાશી લેતા તેમાંથી પાડા અને ગૌવંશ સહિત 3 જેટલા પશુઓ મળી આવ્યા હતા.
આ સંદર્ભે રીક્ષાચાલકે યુવક પર હુમલાની કોશિષ કરતા તેઓ ઘટના સ્થળેથી જીવ બચાવી ભાગી ગયા હતા. બાદમાં કતલ કરવાને ઈરાદે પશુઓની હેરાફેરી કરનાર કસાઈઓએ બનાવના સ્થળેથી ભાગી છૂટેલા દિપક ગોબરભાઈ પદમાણી નામના યુવકનું મેતાખંભાળીયા ગામ પાસેથી પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ માર મારીને અપહરણ કર્યું હતુ.
જ્યાં યુવકને વાસવડ ગામે લઈ જવાયો હતો. ત્યાં પણ તેમને લાકડી દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવક અહીંથી નાસી છૂટ્યો હતો, જ્યાં તેને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. આ ઘટના બાદ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.