રાજકોટ: રાજકોટના કુવાડવા રોડ પર આવેલા રૂના ગોડાઉનમાં અચાનક આગ (Cotton Godown Fire in Rajkot) લાગી ઉઠી ની ઘટના સામે આવી છે. રૂના ગોડાઉનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ધટનામાં ગોડાઉનમાં (Fire in Rajkot) ભારે નુકસાન પણ થયું ચર્ચાઈ રહ્યું છે.
ગોડાઉનમાં પડેલ લાખ્ખોનો રૂ બળી ખાખ
સવારના સમયે શહેરની ભાગોળે આવેલા કુવાડવા રોડ ઉપર નટરાજ જીનિંગ મિલ નામના ગોડાઉનમાં આગ લાગી હતી. આ ઘટનામાં ગોડાઉનમાં રાખવામાં આવેલ લાખ્ખો રૂપિયાનો રૂ આગમાં બળીને ખાખ થઈ ગયો છે. જ્યારે ઘટનાની જાણ ફાયર વિભાગને (Rajkot Fire Department) થતા ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી આગ કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
આ પણ વાંચો : વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલની કાર સળગાવનાર શખ્સ CCTVમાં થયો કેદ, પોલીસે કરી ધરપકડ
6 ફાયર ફાઇટર લાગ્યા હતા કામે
આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગોડાઉનમાં (Fire at Kuvadva Road Cotton Godown) પડેલા મોટાભાગના રૂના જથ્થામાં આગ ફેલાઈ ગઈ હતી. જોકે આ અંગેની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. હાલ આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગોડાઉનમાં આગ લાગવાનું હજુ કારણ બહાર આવ્યું નથી.
આ પણ વાંચો : Burning Car In Vadodara : વડોદરાનાં ધારાસભ્ય યોગેશ પટેલની કાર બળીને થઈ ખાખ