- 5 દર્દીઓના મોત બાદ પણ મેયર બોલ્યા મોટી જાનહાનિ ટળી
- વડાપ્રધાન, મુખ્યપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
- મેયરના નિવેદનથી રાજકારણ ગરમાયું
રાજકોટઃ રાજકોટમાં પાંચ પાંચ દર્દીઓના કોરોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. આ ઘટનામાં દાઝેલો અન્ય દર્દી હજી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધા અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી શોક પ્રગટ કરી ચૂક્યા છે. પરંતુ ઘટના સ્થળે મુલાકાત માટે આવેલ મેયર બીનાબેન આચાર્યએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કુદરતી ઘટના છે જો કે મોટી જાનહાનિ ટળી છે.
મેયર બીનાબેન આચાર્યએ કહ્યું, મોટી જાનહાનિ ટળી
જ્યારે વધારામાં ઉદય શિવાનંદ હોસ્પિટલ પાસે મનપાનું NOC સર્ટિફિકેટ હોવાનું પણ જણાવ્યું હતું અને સાથે જ મનપાના ફાયરવિભાગના સમયસર આગ બુજવામાં માટે કામગીરીની સરાહના કરી હતી. જો કે આગ લાગવાની ઘટનામાં પાંચ દર્દીના મોત થયા હોવા છતાં મેયર બીનાબેન આચાર્યએ કોઈ મોટી જાનહાનિ નહિ થઈ હોવાનું જણાવ્યું હતું. રાજકોટના પ્રથમ નાગરિકના આ પ્રકારનું નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યું છે.
મેયર બીનાબેન આચાર્યન ઘટનાની ગંભીરતા ભૂલ્યા
રાજકોટના મેયર બીનાબેન આચાર્યનના આ નિવેદનથી આ ઘટનાની ગંભીરતાનું ભાન જ ન હોય તેવુ લાગી રહ્યું છે. એટલે જ તો તેમણે આ આખી ઘટનાને કુદરતી ગણાવી છે અને સાથે કહ્યું હતું કે ઊલટાની આમાં તો મોટી જાનહાનિ ટળી છે.
મેયરના નિવેદનથી રાજકારણ ગરમાયું
સત્તાધારી ભાજપના મેયર બીનાબેનનું આ અગ્નિકાંડ કુદરતી ઘટના હોવાના નિવેદનથી સાબીત થાય છે કે રાજકીય નેતાઓને તો શોક વ્યક્ત પણ કરતા આવડતું નથી. આ અગ્નિકાંડમાં કોરોનાના 5 દર્દીએ જીવ ગુમાવ્યો છતાં મેયર કહી રહ્યા છે કે, આ એક કુદરતી ઘટના છે, એક મોટી જાનહાનિ ટળી છે. ત્યારે લોકોમાં ચર્ચા થઈ રહી છે. સાથે મેયરના નિવેદનથી રાજકોટ મનપાના વિપક્ષ નેતાઓ પણ ગંભીર આક્ષેપો કરી રહ્યા છે અને રાજકારણ ગરમાયુ છે.