રાજકોટ: ધોરાજીમાં આવેલ ભાદર સિંચાઈ વિભાગની મહત્વની કચેરી લગભગ સાઠ વર્ષ જૂની કચેરી આવેલી છે. જેમાં જેતપુર, ધોરાજી, જામકંડોરણા પંથકના ખેડૂતો માટે પાણી અને સિંચાઇ માટેના ફોર્મ ભરવા સહિતની કામગીરી થાય છે. ત્યારે સિંચાઈ કચેરી જર્જરિત હાલતમાં છે જેથી ધોરાજીની મધ્યમાં આવેલ વિશાળ મેદાનમાં બહારથી આલીસાન મહેલ જેવી લગતી કચેરી અત્યારે એટલી જર્જરીત હાલતમાં હોવાનું સામે આવ્યું છે.
જ્યાં જોવો ત્યાં પોપડા: અહીંયા કચેરી અંદર જવું પણ જોખમ લઈને જવું પડે તેવી અહીંયાની કચેરીની હાલત દેખાઈ રહી છે. આ કચેરી જુનવાણી અને ખઢેર મકાન હોઈ તેવું લાગે છે. જ્યાં જ્યાં જોવો ત્યાં પોપડા દેખાય છે અને કચેરીની અંદર કટાય ગયેલ સળિયા દેખાય છે. જે કર્મચારીઓના જણાવ્યા અનુસાર તેઓ અહીં જીવના જોખમે કામ કરે છે. ત્યારે અહીંયા ક્યારે ઉપરથી પોપડા પડે તે નક્કી નથી હોતું. અહીંયા ચોમાસામા ઓફિસની અંદર જ્યાં જોવો ત્યાં પાણી પડે છે. ખેડૂતોની ફાઈલો પણ પાણીમાં પલળી જાય છે અને સાથે બહુ વરસાદ હોઈ તો તેઓને વરસાદી પાણીથી બચવા ટેબલ ઉપર બેસીને કામ કરવું પડે છે તેવી સમસ્યા સર્જાય છે. અવાર નવાર રજૂઆત કરેલ છે પરંતુ હજુ સુધીમાં કોઈ જ કાર્યવાહી થઈ નથી
સાત વર્ષથી કચેરી કાર્યરત: અહીં છેલ્લા અંદાજે સાત વર્ષથી કચેરી કાર્યરત છે પણ હાલ સાવ જર્જરીત થઈ ગયી છે અને સાથે રહેવા માટે આપેલ ક્વાટર્સ પણ સાવ જર્જરીત હાલતમાં છે અને પોપડા પડતા હોવાથી તેઓ અહીંયાથી પરિવાર સાથે ક્વાટર્સ છોડી ભાડે રહેતા હોય તેવું જણાવ્યું છે ત્યારે કચેરીનું રીનોવેશન ખુબ જ જરૂરિયાત છે અને તાત્કાલિક રીનોવેશન કરાવે તો કર્મચારીઓ અહીં કામ કરી શકે છે બાકી તેઓ પણ અત્યારે ભયના ઓળા હેઠળ કામ કરે છે.
" સિંચાઈ ખાતાની કચેરી સાવ જર્જરિત હાલતમાં છે. સાથે હાલ તમામ ક્વાર્ટર ખાલી કરાવી નાખ્યા છે. ખેડૂતોને કચેરી ખાતે નહીં આવવા માટેની પણનસૂચના આપી છે. ફોર્મ ભરવા માટે ગ્રામ્ય વિસ્તારમા કેમ્પ રાખવામાં આવશે અને હાલ જે કર્મચારીઓ જર્જરીત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા છે. તેમને સબ ડીવીજન ઓફિસમાં સમાવેશ કરી લેવામાં આવશે"-- (એમ.વી. મોવલીયા - ઇજનેર - ભાદર સિંચાઈ યોજના)
કરોડો રૂપિયાની મિલકત જર્જરીત: ગતિશીલ ગુજરાતના વિકાસની વાતું કરતી આ સરકાર વિકાસની વાતું તો કરે છે. પરંતુ કરોડો રૂપિયાની મિલકત જર્જરિત હાલતમાં છે. ત્યારે લોકોના ટેક્સ માંથી બનાવેલ મિલકતની આવી દશા જોઈ ખરેખર સરકાર માત્ર વિકાસની વાતું કરે છે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે. જેમાં સરકાર પાસે હાલ તો સિંચાઈ ખાતાના કર્મચારીઓ અને ખેડૂતો સિંચાઈ ખાતાની કચેરી જલ્દીથી જલ્દી વિકાસ થાય તેવું ઈચ્છી રહ્યા છે.