રાજકોટ : જિલ્લાના ગોંડલ શહેરમાં ચાર વર્ષ પહેલા નિર્દોષ સંજય ભાદાણી નામના યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેની બુધવારે ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે યુદ્ધ એજ કલ્યાણ ગૃપ દ્વારા શહેર પંથકમાં નિશુલ્ક સિક્યોરિટીની સેવા આપતા શ્વાનોને 700 કિલોથી પણ વધુ લાડવા ખવડાવવામાં આવ્યા હતા.
![ETV bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01:57:47:1595406467_gj-rjt-01-gondal-punytithi-seva-photo-gj10022_22072020134015_2207f_1595405415_93.jpg)
આ ઉપરાંત કોરોના મહામારીને કારણે 3000થી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. પશુઓને લીલો ઘાસચારો, પક્ષીઓને ચણ સાથોસાથ એક હજારથી પણ વધુ પક્ષીના માળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ માંડવી ચોક ખાતે ચાલતા અન્નક્ષેત્રમાં આવતા ભુખ્યાઓને ભાવતા ભોજન પીરસવામાં આવ્યા હતા.
![ETV bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01:57:47:1595406467_gj-rjt-01-gondal-punytithi-seva-photo-gj10022_22072020134015_2207f_1595405415_490.jpg)