ETV Bharat / state

Baba Bageshwar: આવતીકાલે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, જાણો રાજકોટ પહોંચતા જ શું કહ્યું... - Important statement of Baba Bageshwar in Rajkot regarding religious conversion

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આવતીકાલે એટલે કે 1 જૂને બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈને તેઓ આજે રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમે ધર્મ પરિવર્તન હવે નહીં થવા દઈએ.

Baba Bageshwar
Baba Bageshwar
author img

By

Published : May 31, 2023, 10:11 PM IST

ધર્મ પરિવર્તન હવે નહીં થવા દઈએ

રાજકોટ: બાબા બાગેશ્વર આજે સોમનાથમાં દર્શન બાદ પોતાના પ્રાઇવેટ પ્લેન મારફતે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં ધીરેન્દ્ર શાસ્ત્રીના ભક્તો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં ધર્મ પરિવર્તન મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું.

ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ પહોંચ્યા
ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ પહોંચ્યા

ધર્મ પરિવર્તન હવે નહીં થવા દઈએ: રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચેલા ધીરેન્દ્રશાસ્ત્રીએ જણાવ્યું હતું કે આવતીકાલે રાજકોટમાં દિવ્ય દરબાર યોજાવાનો છે. જેમાં અમે સૌરાષ્ટ્રભરના લોકોને આમંત્રણ આપીએ છીએ. આ સાથે જ તેમને ધર્મ પરિવર્તન મામલે કહ્યું હતું કે અમે ધર્મ પરિવર્તન હવે નહીં થવા દઈએ. ઉલ્લેખનીય છે કે એક યુવતી દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના કારણે ધર્મ પરિવર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જે મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આવા લોકોનું સ્વાગત છે. અમે હવે ધર્મ પરિવર્તન નહીં થવા દઈએ.

એક લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા: રાજકોટના અમીન માર્ગ ઉપર આવેલા કિંગ્સ હાઈટ્સના નવમા માળે ફ્લેટમાં બાબા બાગેશ્વરને ઉતારો આપવામાં આવ્યો છે. જ્યારે બાબા બાગેશ્વર સાથે તેમના 30થી વધુ લોકોની ટીમ પણ અહીંયા જ નિવાસ કરશે. ત્યારે આવતીકાલે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બાબા બાગેશ્વરનો મહાદિવ્ય દરબાર યોજનાર છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી એક લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે.

આવતીકાલે રેસકોર્સ ખાતે દિવ્ય દરબાર: બાગેશ્વર ધામના બાલાજી સરકાર એવા ધીરેન્દ્ર શાસ્ત્રીને રાજકોટના અમીન માર્ગ ઉપર આવેલા કિંગ્સ હાઈટ્સ એપાર્ટમેન્ટના નવમા માળે ઉતારો આપવામાં આવ્યો છે. આ ફ્લેટ ધીરેન્દ્ર શાસ્ત્રીના ભક્ત એવા કિશોરભાઈ ખંભાતાનો છે. જેઓ વર્ષોથી ધીરેન્દ્ર શાસ્ત્રીના સંપર્કમાં છે. બાબા રાજકોટ આવી પહોંચતા હવે આવતીકાલે સાંજે 4 વાગે ધીરેન્દ્ર શાસ્ત્રી રેસકોસ મેદાન ખાતે પોતાનો દિવ્ય દરબાર યોજવાના છે.

  1. Bageshwar Dham in Ahmedabad : અમદાવાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, દિલ્હીની ઘટના સહિત વિવાદી મુદ્દાઓ પર બોલ્યાં
  2. Baba Bageshwar in Gujarat: બાબા બાગેશ્વરે સોમનાથમાં કેન્સર હોસ્પિટલના લાભાર્થે કથાની કરી જાહેરાત
  3. Baba Bageshwar : ધીરેન્દ્ર શાસ્ત્રીને રાજકોટમાં 15 ઈંચની ચાંદીની ગદા આપવામાં આવશે, બાબાનો ઉતારો ક્યા જૂઓ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.