રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં આગામી 1 અને 2 જૂન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે. દરબાર યોજાઈ તે પહેલા રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઇઓ પુરુષોત્તમ પીપળીયાના એક નિવેદનથી વિવાદ થયો છે. તેમને કહ્યું છે કે અંધશ્રદ્ધાના કારણે ભવિષ્યની પેઢીને નુકસાન થશે. હું યુવાધનને બચાવવા માટે આગળ આવ્યો છું. બાબા મને જવાબ આપશે તો હું તેમનું મંદિર બનાવીશ. ગુજરાતના બાધેશ્વર મહારાજ લોકદરબાર મામલો ગરમાયો છે. રાજકોટ બાદ સુરતમાંથી વિવાદ સામે આવ્યો છે. સુરતની અંધશ્રદ્ધા નિવારણ શાખા દ્વારા કલેકટર અને પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. સુરતમાં બાઢેશ્વર બાબાનો કાર્યક્રમ ના થાય પરમિશન આપવામાં ન આવે. એવી વાત સામે આવી છે.
'ધીરેન્દ્ર શાસ્ત્રી જે ચમત્કાર કરે છે અને લોકોને જણાવે છે કે હું તેમની અંદર રહેલી તમામ બાબતોને જાણી શકું છું. તેમજ ચિઠ્ઠીની કાઢીને જે તે વ્યક્તિની ઓળખાણ પણ આપે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે જે સિદ્ધિ છે તેનો ઉપયોગ તેમને રાષ્ટ્રના હિતમાં કરવો જોઈએ બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોના ઈશારે આવે છે, જે જણાવશે તેને 5 લાખનું ઈનામ આપીશ.' -પુરુષોત્તમ પીપડીયા, સીઈઓ, કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક
ફેસબુક પોસ્ટથી વિવાદ: પુરુષોત્તમ પીપળીયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જુદી-જુદી ચાર જેટલી પોસ્ટ મૂકી છે. જેમાં પુરુષોત્તમ પીપળીયાએ લખ્યું છે કે, તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે કે, રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે ને કોના ઇશારે આવે છે? પાંચ લાખનું ઇનામ. જ્યારે કે અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, તાંત્રિક બાબા વાઘેશ્વરના રાજકોટના દરબારથી ભારત સહિત વિશ્વના દેશો રાજકોટની જનતાની બુદ્ધિમતા માપી લેશે. સાથે જ ત્રીજી પોસ્ટમાં લખ્યું છે કે, હિન્દુ ધર્મના ઓઠા હેઠળ સનાતન ધર્મને વિવાદાસ્પદ કરવાના કાવતરામાં રાજકીય પક્ષોએ બિન સનાતનની ફોજ કાર્યરત કરી છે. જ્યારે કે ચોથી પોસ્ટમાં લખ્યું છે કે, બીલીવ ઓર નોટ? રાજકોટના પ્રમુખ શ્રેષ્ઠિઓએ તાંત્રિક બાબા બાગેશ્વરના આયોજકો!
'પુરુષોત્તમ પીપળીયા રાજકોટના નામાંકિત ધારાશાસ્ત્રી છે, મારા વડીલ છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ક્યારેય એવું કહ્યું નથી 'હું પોતે ભગવાન છું.' તેમના પર માત્ર હનુમાન જીની કૃપા છે તેવું તેમણે કહ્યું છે. ત્યારે આ વિષય આપણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉપર છોડી દઈએ અને હનુમાનજી પર છોડી દઈએ. સનાતન હિંદુ ધર્મ આ બધી વસ્તુઓ કે આવા કાર્યો માટે નથી હોતા જેમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે તેમજ કઈ વસ્તુ ક્યાં જાય છે.' -દિવ્ય દરબારના આયોજકો
દિવ્ય દરબાર: અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે. રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારનો મુદ્દો વધારે વિવાદાસ્પદ બન્યો છે.
શું કહે છે જયંત પંડ્યાઃ હવે આ મામલે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું મોટું નિવેદન સમે આવ્યું છે. જેમાં તેમને જણાવ્યું છે કે, વિજ્ઞાન જાથા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લલકારે છે. તેમજ વિજ્ઞાન જાથા આ દરબારનો વિરોધ કરે છે. આ મામલે વિજ્ઞાન જાથાએ જાથાના પ્રશંસકોની ગુજરાત કક્ષાની મિટિંગ બોલાવી છે. તેમજ આવનારા દિવસોમાં દિવ્ય દરબારનો વિરોધ પ્રદર્શન કરાશે અને કલેકટરને આવેદન પત્ર પાઠ આવનાર છે. જ્યારે લોકોની ભાવના સાથે આ ખિલવાડ કરાઇ રહ્યો છે.