ETV Bharat / state

Baba Bageshwar Rajkot: બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર સ્થળે વિરોધ ન થાય તે માટે કરણી સેના મેદાને

રાજકોટમાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારના સ્થળે વિરોધ ન થાય તે માટે કરણી સેનાએ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવે એ પહેલા જ ઘણા બધા વિરોધ થઈ રહ્યા છે. જેને લઈને એમના કાર્યક્રમો સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જોકે, રાજકોટમાં આયોજન પૂર્વે જ મસમોટા વિરોધના સુર પડઘાઈ રહ્યા છે.

author img

By

Published : May 18, 2023, 8:29 AM IST

Updated : May 18, 2023, 9:24 AM IST

Baba Bageshwar Rajkot: બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર સ્થળે વિરોધ ન થાય તે માટે કરણી સેના મેદાને
Baba Bageshwar Rajkot: બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર સ્થળે વિરોધ ન થાય તે માટે કરણી સેના મેદાને
Baba Bageshwar Rajkot: બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર સ્થળે વિરોધ ન થાય તે માટે કરણી સેના મેદાને

રાજકોટ: બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આવનારા દિવસોમાં રાજકોટમાં દરબાર યોજવાના છે. બાબા બાગેશ્વર અમદાવાદ સુરત અને રાજકોટ શહેરમાં પોતાની દિવ્ય દરબાર યોજશે. એવામાં બાબા ગુજરાતમાં આવે તે પહેલાં જ અનેક વિવાદો એક બાદ એક સામે આવી રહ્યા છે. રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર આગામી તારીખ 1 અને 2 જૂન એક બે દિવસ સુધી યોજાનાર છે. જેને લઇને બાબાના દિવ્ય દરબાર સ્થળે કોઈપણ જાતનો વિવાદ ન સર્જાય, કોઈ લોકો અહીં વિરોધ કરવા માટે ન આવે તે માટે હવે રાજપુત કરણી સેના આગળ આવી છે. રાજકોટમાં કયા સ્થળે ઉતારો આપવામાં આવશે તે અંગેની કોઈ બાબતો બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી નથી.

"1 અને 2 જૂને બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ગુજરાત અને રાજકોટ ખાતે પધારી રહ્યા છે. ત્યારે રાજકોટના રેશકોર્ષ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાનાર છે એવામાં કહેવાતા હિન્દુઓ બાબાનો વિરોધ કરવા નીકળી પડ્યા છે. તેઓને અમારે રાજપૂત કરણી સેના અને હિન્દુ ધર્મ સેનાના માધ્યમથી એટલું જ જણાવવા ઈચ્છીએ છીએ કે તમે લોકો ત્યાં વિરોધ કરવા આવો તો અને તમારા દાત ખાટા કરી નાખવાની તાકાત ધરાવીએ છીએ. જ્યારે અમે રાજપૂતો છીએ એટલે હિન્દુ ધર્મનું રક્ષણ અમારે કેમ કરતું તે એમને કોઈએ શીખવવાનું ન હોય."--કૃષ્ણસિંહ જાડેજા (રાજપૂત કરણી સેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ)

હિન્દુઓએ 31stની ઉજવણીનો વિરોધ કરોઃ કહેવાતા હિન્દુ લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં જ્યારે મહિલાઓ અને યુવતીઓ ટૂંકા ટૂંકા વસ્ત્રો પહેરતી હોય છે. ત્યારે તેનો વિરોધ નથી કરવામાં આવતો. જે સનાતન હિંદુ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. એવા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ ખાતે યોજાનાર દિવ્ય દરબાર સ્થળે કરણી સેના અને હિન્દુ ધર્મ સેના નામ 200થી વધારે કાર્યકર્તાઓ ફરજ બજાવશે. કોઈપણ જો વિરોધ કરવા આવશે તો, તેની સામે લડત આપશે. તેમના કાર્યક્રમ માટે બાગેશ્વરધામ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા લગભગ મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

સ્વયંસેવકોની ફૌજઃ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે 400થી વધુનો સ્વયંસેવકોનો ખાનગી સ્ટાફ અને પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે. હાલ ઉનાળો હોય અને હિટ સ્ટોકના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને દિવ્ય દરબારના સમયે સાંજના 5 થી 10નો રાખવામાં આવ્યો છે. જેના માટેની મંજૂરી પણ પોલીસે તંત્ર દ્વારા આપવામાં આવી છે. હાલ આ કાર્યક્રમને આખરીઓ આપી રહ્યો છે. આ 32 વિભાગોમાં તમામ સ્વયંસેવકો પોત પોતાને આપવામાં આવેલી ફરજ બજાવશે.

રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના ભક્તો આ દરબારમાં ભાગ લેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીને લાઈવ સાંભળવાનો મોકો ભક્તોને મળશે. મંડપની વાત કરવામાં આવે તો અહીંયા દિવ્ય દરબાર ખાતે જે મંડપ હશે તે ખુલ્લો મંડપ રાખવામાં આવશે માત્ર બાગેશ્વર બાબાને બેસવા માટે સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવશે અને ત્યારબાદ આખો જે મંડપ છે તે ખુલ્લો રાખવામાં આવશે.બાગેશ્વર બાબાના દરબારમાં ભાગ લેવા માટે કોઈપણ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. ભાવિક ભક્તો નિશુલ્ક દરબારનો લાભ લઈ શકશે. --યોગીનભાઈ છણિયાર (બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્ય)

છાશ વિતરણ કરાશેઃ સ્થળે 75 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. આ સાથે જ હાલ ઉનાળો છે ત્યારે સેવાકીય સંસ્થાઓ દ્વારા નિશુલ્ક છાશ, પાણી, ચા વિતરણની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે મંડપમાં પણ કાયદો વ્યવસ્થા જળવાય તે પ્રકારની વ્યવસ્થા આયોજકો દ્વારા ગોઠવવામાં આવી છે. જેના કારણે ભક્તોને કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

Last Updated : May 18, 2023, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.