ETV Bharat / state

ગોંડલ શહેરમાં મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા યુવાન પર છરી વડે હુમલો - રાજકોટ પોલીસ

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે જિલ્લામાં ગુનાખોરી પણ વધી રહી છે. ગોંડલમાં ગેમ રમવા જેવી નજીવી બાબતે યુવાન પર છરીના ઘા ઝીંકી હુમલો કરવામાં આવ્યો હતો.

Rajkot News
Rajkot News
author img

By

Published : Jun 1, 2020, 8:41 PM IST

રાજકોટ: જિલ્લાના ગોંડલમાં રેતી ચોકમાં મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

ગોંડલના મોવિયા રોડ પર સિમેન્ટનું કારખાનું ધરાવતા સલીમભાઈ દાઉદભાઈ બાલાપરિયાનો નાનોભાઈ ઈકબાલ અને તેનો મિત્ર સુલતાન હાઊભાઈ સુમરા મોબાઇલમાં લુડો ગેમ રમી રહ્યો હતો, ત્યારે સલીમભાઈ દ્વારા બન્નેને ઠપકો અપાતા સુલતાનને માઠું લાગતા પોતાની પાસે રહેલી છરી વડે સલીમભાઈ પર તૂટી પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

જે બાદ તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. આ ઘટના અંગેની તપાસ હોસ્પિટલ ચોકીના જમાદાર રફિકભાઈ કઈડાએ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.