ETV Bharat / state

Rajkot Crime: અસામાજિક તત્વોનો ત્રાસ, મનહરપુર ગામમાં રાત્રે ઘર પર પથ્થર ફેંક્યા - Assault case in Rajkot

રાજકોટના મનહરપુર ગામમાં રાત્રે અસામાજિક તત્વોએ ઘર પર પથ્થર વડે હુમલો કર્યો છે. હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ સમગ્ર મામલાને લઈને પોલીસ બંને આરોપીઓને ધરપકડ કરી છે.

Rajkot Crime : અસામાજિક તત્વોનો ત્રાસ, મનહરપુર ગામમાં રાત્રે ઘર પર પથ્થર ફેંક્યા

author img

By

Published : Mar 2, 2023, 11:29 AM IST

રાજકોટમાં સામાજિક તત્વો બેફામ મનહરપુરમાં મકાન ઉપર રાત્રી સમયે પથ્થરો ફેંક્યા

રાજકોટ : રાજકોટમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ ન હોય તે પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે (બુધવારે) મોડી રાત્રે શહેરના જામનગર રોડ ઉપર આવેલા મનહરપુર ગામમાં બે જેટલા શખ્સોએ મોપેડ પર આવીને એક ઘર ઉપર પથ્થર વડે હુમલો કર્યો હતો. આ સાથે જ ઘરમાં નુકસાની પણ પહોંચાડી હતી. જોકે ઘર પર પથ્થર અને સોડા બોટલ વડે હુમલો કરવાની ઘટના CCTV કેમેરામાં કઈ રીતે થઈ છે. જ્યારે આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Rajkot Crime News : ઘરેલુ હિંસાના કેસ મામલે રાજકોટ કોર્ટમાં વકીલ ઉપર કરાયો હુમલો

પથ્થર વડે હુમલો : રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા મનહરપુર ગામમાં ગઈકાલે રાત્રિના સમયે બે શખ્સોએ મોપેડ લઈને આવે છે. ત્યારબાદ જેઠાભાઈ સાગઠીયાના ઘર ઉપર કાચની બોટલ તેમજ પથ્થરોના ઘા કરી રહ્યા છે. આ સમગ્ર બનાવ વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અગાઉની અંગત અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. હાલ ઘટનાના CCTV સામે આવતા યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આ બંને ઇસમોને પકડી પાડ્યા હતા.

આ પણ વાંચો : Vadodara News: VMCના કર્મીઓને માર મારી ગાયો છોડાવી ગયા, દાદગીરીનો વિડીયો થયો વાયરલ

બે ઇસમોની પોલીસે કરી ધરપકડ કરો : મનહરપુર વિસ્તારમાં ઘર ઉપર કાચની બોટલ અને પથ્થરો વડે હુમલો કરવાની ઘટનાને પગલે યુનિવર્સિટી પોલીસ એલર્ટ થઈ હતી. આ બનાવ મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. જેમાં એકનું નામ વિનય ઉર્ફ ભૂરો રાજુભાઈ ઉકેડીયા છે અને બીજાનું નામ વિમલ મનીષભાઈ સીતાપરા છે. આ બંને શખ્સોને યુનિવર્સિટી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ બંનેની પૂછપરછમાં સામે આવ્યું છે કે અગાઉનો પ્રેમ સંબંધનો ખાર રાખીને શખ્સો દ્વારા જેઠાભાઈના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ આ બંને આરોપી અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. જ્યારે હાલ યુનિવર્સિટી પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ બંને વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.