- ખોડલધામાં ટ્રસ્ટીઓ દ્વારા જીતુ વાઘાણીનું સ્વાગત કરાયું
- 100 કિલો ચાંદી સાથે જીતુ વાઘાણીની કરવામાં આવી રજતુલા
- પૂર્વ કેબિનેપ્રધાન જયેશ રાદડિયા સહિતના ભાજપના આગેવાનો રહ્યા હાજર
જેતપુર : જન આશીર્વાદ યાત્રા અંતર્ગત રાજ્યના નવનિયુક્ત શિક્ષણપ્રઘાન જીતુ વાઘાણી રાજકોટ જિલ્લામાં આવ્યા હતા. રાજકોટના કુવાડવા ખાતે તેમનું કંકુ તિલકથી સ્વાગત કરાયું હતું. અને ત્યાથી ખોડલધામ પહોંચ્યા હત,. અને મંદિરમાં પ્રવેશતાની સાથે પગથિયા પર દંડવત કરી માં ખોડલ સમક્ષ શિશ ઝુકાવ્યું હતું. તેમજ માતાજીના દર્શન કરી ધ્વજારોહણ કર્યું, ધ્વજારોહણ કરતા પહેલા જીતુ વાઘાણીએ ધ્વજાને પણ માથુ ટેકવ્યું હતું. બાદમાં 100 કિલો ચાંદી સાથે તેમની રજતુલા કરવામાં આવી હતી.
રજતતુલા કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટીઓ રહ્યા હાજર
ખોડલધામના રંગમંચ પર નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા હાર પહેરાવી જીતુ વાઘાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જીતુ વાઘણીને અલગ અલગ સંસ્થાઓ દ્વારા મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમની રજતતુલા યોજાઇ હતી. ભાવનગરના ઉદ્યોગપતિએ 100 કિલો ચાંદીથી જીતુ વાઘાણીને તોલી રજતતુલા યોજી હતી. આ તમામ ચાંદી ખોડલધામને અર્પણ કરાઇ છે. જેમાં પૂર્વ કેબિનેટપ્રઘાન જયેશ રાદડિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા સહિતના રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : T20 World cup: આઈસીસીએ ટી20 વર્લ્ડ કપ માટે સત્તાવાર જાહેરાત કરી