જેતપુરઃ જેતપુર શહેર પોલીસ સ્ટેશન તેમ જ લોક ભાગીદારીમાં કેબિનેટપ્રધાન જયેશ રાદડિયા, સાંસદ રમેશ ધડૂક, રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા જેટ આઈ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં ક્રાઈમ રેટ ઓછો થાય તેમ જ ગુનેગારો પર લગામ ખેંચવા શહેરના એન્ટ્રી, એક્ઝિટ તેમ જ શહેરના મુખ્ય 48 પોઇન્ટ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યાં છે અને સિટી પોલીસ સ્ટેશનમાં જેટ આઈ રૂમ બનાવવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ કાર્યરત થતાંં 48 પોઇન્ટ પર સીધું જ પોલીસ સ્ટેશનથી શહેર પર નજર રાખવામાં આવશે. આ જેટ આઈ પ્રોજેકટમાં પોલીસ સાથે જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટીગ એસો, વેપારી એસો, નગર પાલિકા સાથે રહી આ પ્રોજેકટ પૂરો થયો છે અને આ કાર્યક્રમમાં શહેરના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.