ETV Bharat / state

કુરાનની આયાતોનો વિરોધ કરનારા વસીમ રિઝવી વિરુદ્ધ પોલીસને આવેદન અપાયું

થોડા દિવસો પહેલા વસીમ રિઝવી દ્વારા ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાન શરીફમાંથી 26 આયતોને હટાવવા સંબંધિત સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. વસીમ રિઝવી શિયા વકફ બોર્ડના ચેયરમેન પણ રહી ચૂક્યા છે. આ અંગે જેતપુર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા વસીમ રિઝવી ઉપર પોલીસ ફરિયાદની માગ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કુરાનની આયાતોનો વિરોધ કરનારા વસીમ રિઝવી વિરુદ્ધ પોલીસને આવેદન અપાયું
કુરાનની આયાતોનો વિરોધ કરનારા વસીમ રિઝવી વિરુદ્ધ પોલીસને આવેદન અપાયું
author img

By

Published : Mar 20, 2021, 6:07 PM IST

  • સુન્ની મુસ્લિમ જમાત દ્વારા વસીમ રિઝવી વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ
  • વસીમ રિઝવી દ્વારા કુરાનની 26 આયતોને હટાવવા માટે કરવામાં આવી છે સુપ્રીમમાં અરજી
  • વસીમ રિઝવી યુપી શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન છે

રાજકોટઃ જિલ્લાના જેતપુર નવાગઢના સુન્ની મુસ્લીમ જમાતના લોકો સમાજના આગેવાનો તથા રાજકીય પક્ષના અગ્રણીઓ દ્વારા વસીમ રિઝવી વિરુદ્ધ જેતપુર સિટી પોલીસના ફરજ પરના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાણી હોય તેવું પણ જણાવવામાં આવ્યું હતું. વસીમ રિઝવી દ્વારા ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાન શરીફમાંથી 26 આયતોને હટાવવા સંબંધિત સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. વસીમ રિઝવી યુપી શિયા વકફ બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

લોકોની ઠેસને લાગણી પહોંચાડી

મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોષ સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે, આ વસીમ રિઝવી નામના વ્યક્તિએ ભારતની શાંતિ તથા બિનસાંપ્રદાયિકતાના અભિગમને વરેલા લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે, જેથી ભારતની ભૂમિમાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટી રહ્યો છે.

કુરાનની આયાતોનો વિરોધ કરનારા વસીમ રિઝવી વિરુદ્ધ પોલીસને આવેદન અપાયું

આ પણ વાંચોઃ વસીમ રિઝવીને રાજસ્થાનના યુવકે આપી જાનથી મારી નાખવાની ધમકી

વસીમ રિઝવી વિરુદ્ધ FIR દાખલ થવી જોઇએ

મુસ્લિમ અગ્રણીઓ વધુમાં જણાવ્યુંં કે, કુરાન શરીફ પવિત્ર ગ્રંથ અમારા છેલ્લા મહંમદ પયગંબર સાહેબના સમયમાં તેના આદેશ મુજબ નિર્માણ થયો છે અને દુનિયાના અંત સુધી એક પણ શબ્દનો ફેરફાર કોઈપણ કરી શકે નહીં. આ ઉપરાંત પયગંબર સાહેબના જીવન ચરિત્રને વાંચ્યા વગર તેઓના વિવિધ જીવન પ્રસંગો ધ્યાને લીધા વિના આ ગ્રંથની સંપૂર્ણ સમજી ન શકનાર અમારા સમાજનું માર્ગદર્શક બની બેઠો છે, માટે વસીમ રિઝવી વિરુદ્ધ FIR દાખલ કરવી જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.