- સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ફી મુદ્દે નવો નિર્ણય
- ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ નહીં: ખાનગી શાળા
- 15મી ડિસેમ્બર સુધીમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન બંધ
રાજકોટઃ રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેની ફી પણ લેવામાં આવી રહી છે. ત્યારે ફરી એક વખત રાજ્યની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ફી મુદ્દે નવો નિર્ણય જાહેર કરવામાં અવ્યો છે. જેમાં વાલીઓ ફી નહીં ભરે તો તેમના બાળકોને ઓનલાઈન શિક્ષણ નહિ આપવામાં આવે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની જાહેરાત, ફી નહીં તો શિક્ષણ નહીં રાજ્યની ખાનગી શાળાઓમાં 15 ડિસેમ્બરથી નિયમ લાગુસ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે આ અંગે જણાવ્યું હતું કે અમે સરકારના પરિપત્ર પ્રમાણે વાલીઓને ચાલુ વર્ષે સત્ર દરમિયાન ફિમાં રાહત આપી પરંતુ હજુ પણ કેટલાક વાલીઓ છે જે શાળાઓ તરફથી કરવામાં આવતા ફોનનો પણ જવાબ આપતા નથી અને હજુ પણ ફી ભરવામાં સમજતા નથી તેવા વાલીઓ માટે આગામી 15 ડિસેમ્બરથી આ નિયમો લાગુ પડશે.ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ નહિ: ખાનગી શાળાકોરોનાના લોકડાઉન બાદ વાલીઓ અને ખાનગી શાળાઓ વચ્ચે હજુ પણ ફી મુદ્દે ગરમાગરમી જોકે મળી રહી છે. ત્યારે આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજીને જે વાલીઓ ફી નહિ ભરે તેમના બાળકોને ઓનલાઈન શિક્ષણ નહિ અઓવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ જ નિયમ રાજ્યની તમામ ખાનગી શાળાઓને લાગુ પડશે તેવું જણાવ્યું હતું.વાલીઓ ફી ન ભરી શકે તો શાળાઓને જાણ કરેસ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારી અને લોકડાઉનના કારણે કેટલાક વાલીઓની રોજગારી છીનવાઇ છે અથવા ખૂબ જ નુક્શાક થયું છે. જેને લઈને વાલીઓ ફી ભરવામાં સક્ષમ નથી પરંતુ આવા વાલીઓ શાળા સંચાલકોને રજુઆત કરે અને આ અંગે યોગ્ય નિર્ણય શાળાઓ દ્વારા લેવામાં આવશે.