- રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના
- જ્યારે ગણતરીના કલાકોમાં આ બાળકી ગોંડલ ખાતેથી મળી આવી
- બાળકી ગોંડલની આશાપુરા ચોકડી ખાતેથી મળી આવી
રાજકોટઃ શહેરમાં સાંજના સમયે આજી ડેમ વિસ્તાર નજીકથી એક 8 વર્ષની બાળકીનું અપહરણ( 8 year old girl abducted in Rajkot)થયાની ઘટના સામે આવી હતી. શહેરમાંથી 8 બાળકી અપહરણ થયાની ઘટના સામે આવતા જ ચકચાર મચી જવા પામી હતી. જ્યારે આ મામલે રાજકોટ પોલીસ (Rajkot Police)અધિકારીઓનો કાફલો અને ક્રાઇમબ્રાન્ચની ટિમ (Rajkot Crime Branch )ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમગ્ર મામલે શહેરભરમાં એલર્ટ કરીને આ બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. જ્યારે ગણતરીના કલાકોમાં આ બાળકી ગોંડલ ખાતેથી મળી આવી હતી. જ્યારે આ બાળકીનું હાલ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સમગ્ર મામલો સામે આવી શકે છે.
ગોંડલની આશાપુરા ચોકડી ખાતેથી બાળકી મળી આવી
શહેરના આજીડેમ વિસ્તારમાંથી (Aji dam area)બાળકીનું અપહરણ થયાની વાત વાયુ વેગે ફેલાતા રાજકોટ સહિત જિલ્લાની પોલીસ ઓન એલર્ટ થઈ હતી અને કામે લાગી હતી. ત્યારે અપહરણ અંદાજીત 4 કલાક બાદ આ બાળકી ગોંડલની આશાપુરા ચોકડી (Ashapura Chokdi of Gondal)ખાતેથી મળી આવી હતી. જ્યારે આ બાળકીની ઓળખાણ થઈ જતા તેને ગોંડલ પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. જ્યારે 8 વર્ષની બાળકી હેમખેમ મળી આવતા પરિવારજનો અને પોલીસે પણ હાશકારો અનુભવ્યો હતો. હાલ પોલીસ આ બાળકીનું અપહરણ કોણે કર્યું હતું તે દિશામાં કામે લાગી છે.
જાગૃત નાગરિકોએ બાળકીને જોઈને 181ને ફોન કર્યો
8 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત સમગ્ર શહેર અને જિલ્લામાં ફેલાઈ હતી. તે સમયે ગોંડલ ખાતે આ બાળકી એકલી મળી આવી હતી. જેને સ્થાનિક નાગરિકો જોઈ લેતા તેમના દ્વારા 181 નંબર પર જાણ કરવામાં આવી હતી. જ્યારે 181 અભયમની ટીમે આ બાળકીને તાત્કાલિક ગોંડલ પોલીસ ખાતે લઈ ગઈ હતી અને ત્યારબાદ બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને રાજકોટ પોલીસને આ મામલાની જાણ કરવામાં આવી હતી.
પાડોશી પરપ્રાંતિય શખ્સે બાળકીનું અપહરણ કર્યાનો આરોપ
જ્યારે બાળકીની માતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે 1 મહિનો અને 10 દિવસ પહેલા રાજકોટમાં રહેવા આવ્યા છીએ. ત્યારે મારો પુત્ર અને પુત્રી અહીં ઘરના આંગણામાં રમતા હતા. તે દરમિયાન અચાનક કોઈ અજાણ્યો શખ્સ આવ્યો અને મારી પુત્રીને દવાખાને તપાસ માટે લઈ જવી છે તેમ કહીને લઈ ગયો હતો. જ્યારે અમે બાળકીની શોધખોળ કરતા તે મળી આવી નહોતી. જેને લઈને અમે બાળકી અંગે પુત્રને પૂછ્યું ત્યારે સામે આવ્યું કે તેને કોઈ લઈ ગયું છે. જ્યારે બાળકીની માતાએ આક્ષેપ કર્યો છે કે તેની બાળકી બાજુમાં રહેતો શખ્સ ઉપાડી ગયોછે.
અપહરણકર્તા બાળકીને ગોંડલ મૂકી ગયો હોવાની શંકા
રાજકોટ પોલીસ દ્વારા માતાના આક્ષેપ બાદ શહેર અને જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારે આ બાળકી રાજકોટથી અપહરણ કરાઈ હતી અને ગોંડલ ખાતેથી મળી આવી હતી. જ્યારે બાળકી અચાનક ગોંડલ ખાતે પહોંચી જતા પોલીસને પણ શંકા છે કે આ બાળકીનું અપહરણ કર્યા બાદ વાયુવેગે ફેલાતા અપહરણકર્તા બાળકીને મૂકીને નાસી છૂટ્યો હોઈ શકે છે. હાલ સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમબ્રાન્ચ સહિતનો કાફલો આ તપાસ કામગીરીમાં જોડાયો છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં રાત્રે 12 વાગ્યાથી રિક્ષા પૈડાં થંભ્યા, 36 કલાક સુધી રિક્ષા ચાલકોની હડતાળ
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ બિરસા મુંડાના સન્માનમાં મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું