રાજકોટ: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. જાડેજાએ અંબાજી ખાતે ધરવામાં આવતા મોહનથાળના ભોગ-પ્રસાદને બંધ કરવાની હિલચાલને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ બાબતમાં તેમણે જણાવ્યું છે કે આ મોહનથાળનો ભોગ-પ્રસાદ બંધ કરવાની વાતને લઈને ભક્તોમાં નારાજગી છે. તેમનું કહેવું છે કે વર્ષોથી પરંપરા ચાલી આવે છે અને અહીં મોહનથાળનો પ્રસાદ વર્ષોથી અંબાજી ખાતે આવનારા લાખો લોકોને આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાની જે વાત છે એ યોગ્ય નથી. તેવું જણાવ્યું છે.
ભક્તોની લાગણીને ઠેસ: શક્તિપીઠ અંબાજી મંદિરની અંદર છેલ્લા થોડા સમયથી માતાજીને ધરાવવામાં આવતો મહાપ્રસાદ જે રાજભોગથી ઓળખાય છે. એવો શુદ્ધ ઘી નો મોહનથાળ દેવસ્થાન ટ્રસ્ટ સમિતિએ મનસ્વી નિર્ણય લઈને અચાનક જ બંધ કરી દીધો છે. આ બાબતે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ જે.પી. જાડેજા વિરોધ દર્શાવે છે. આ બાબતે વધુમાં તેમને જણાવ્યું છે કે લાખો ભક્તો, શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા સાથે શ્રદ્ધાળુઓનું પ્રતિક છે. એવો આ મહાપ્રસાદ બંધ કરાવતા ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. જે.પી. જાડેજા
આ પણ વાંચો Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં હવે નહીં મળે મોહનથાળનો પ્રસાદ, ફક્ત સુકો પ્રસાદ મળશે
પ્રસાદ તાત્કાલિક બંધ: આ બાબતે જે.પી. જાડેજાએ સરકાર સમક્ષ માંગ કરી છે. આ બનાવની અંદર સરકાર ખુદ આમાં દખલઅંદાજી કરીને વહેલી તકે આ માતાજીના ધરાવામાં આવતો મોહનથાળનો પ્રસાદ ફરી પુનઃ શરૂ કરાવે અને તેના સ્થાને વર્તમાન સમયની અંદર જે ચડાવવામાં આવી રહ્યો છે. એવો ચીકીનો પ્રસાદ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.
લાખો ભક્તો: આ સાથે વધુ માંગ કરતા જણાવવામાં આવ્યું કે, લાખો ભક્તો, શ્રદ્ધાળુઓ અને આસ્થા સાથે આવતા લોકોની લાગણીને કોઈ ઠેસ ન પહોંચે એ માટે વહેલામાં વહેલી તકે આ મોહનથાળનો પ્રસાદ પુનઃ શરૂ કરવામાં આવે. કારણ કે વર્ષોથી અહીંયા જે રાજવી પરિવાર સંચાલન કરતું હતું. ત્યારથી આ પરંપરા ચાલુ રહી છે. આ પરંપરાને સૌ કોઈ જાળવી રાખે એ માટેની માંગ કરી છે.