રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં વિમાન સેવા શરૂ થઈ છે. મુંબઈથી રાજકોટ આવેલી ફ્લાઈટમાં 70 જેટલા પ્રવાસીઓ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. જ્યારે રાજકોથી 35 પ્રવાસીઓ મુંબઈ જવા રવાના થયા હતા.
આજથી રાજકોટમાં હવાઈ સેવા શરૂ કરવામાં આવતા જ એરપોર્ટ તંત્ર પણ એલર્ટ થયું હતું, અને રાજકોટ એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ અહીંથી જતા પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ પણ એરપોર્ટ પર કરવામાં આવી રહ્યું છે. તેમજ એક સાથે 10 -10ની ટુકડી સાથે જ પ્રવાસીઓને વિમાનમાં પ્રવેશવા આપવામાં આવી રહ્યાં છે.
જ્યારે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા જ એરપોર્ટ બહાર જ એક આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. પ્રવાસી સંપૂર્ણ સેનેટાઇઝ થયા બાદ જ પ્લેનમાં બેસી શકે એવી વ્યવસ્થા એરપોર્ટ પ્રશાસન દ્વારા ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજકોટમાં હવાઈ સેવા શરૂ નહીં થતા ઉડ્ડયનપ્રધાનને પત્ર લખીને રાજકોટમાં હવાઈ એવા શરૂ કરવાની માંગ કરી હતી.