ETV Bharat / state

Ahirani Maharas program : દ્વારકામાં યોજાશે આહીરાણી મહારાસ કાર્યક્રમ, જાણો સંપૂર્ણ માહિતી...

દ્વારકા ખાતે આઠસો વિઘા જમીનમા યોજાનાર 37,000 આહીરાણી મહારાસના મુખ્ય ગાયક અને સંકલનકાર માલદે આહીરના શિરે આવતા ઉપલેટાનુ ગૌરવ વધશે. જાણો વિગતો...

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2023, 8:02 AM IST

આહીરાણી મહારાસ કાર્યક્રમ

રાજકોટ : આગામી તારીખ 23 અને 24 ડિસેમ્બર 2023 ના દ્વારકા ખાતે યોજાનારા આહીરાણી મહારાસનું સંચાલન ઉપલેટાના લોક માલદે આહીરના શિરે સોંપાયું છે ત્યારે ઉપલેટાનું ગૌરવ વધે તેવી બાબત સામે આવી છે.

શ્રીમદ ભાગવતના દશમા સ્કંધ ભગવાનને ખુબ વહાલો છે. તેને ભગવાને પોતાનુ હૃદય કહ્યું છે અને હરિવંશ પુરાણમાં પણ તેના ઉલ્લેખો છે તેમાં 29 થી 33 અધ્યાય રાસ પંચધ્યાયીના છે. તેમા રાસનુ વર્ણન મરમ કહેવાયો છે. ભગવાન કૃષ્ણની એક એક લીલાઓના રાસ જે બાળલીલા, દાણલીલા, રાસલીલા, દામોદર લીલા, રાધાનુ રુપણુ, વડછડ વિજોગ અને ગોપનારીઓના રાસ આ બધા લોકઢાળ અલભ્ય રાસને ખુબજ ચીવટતા પુર્વક ગુંથ્યા છે અને તે રજુઆત સાથે મહારાસની શરુઆત થાશે. - લોક ગાયક, માલદે આહીર

આ કલાકારો રહેશે ઉપસ્થિત : આ કાર્યક્રમમાં માલદે આહીર સાથે આહીર સમાજના ખ્યાતનામ કલાકારો અનિરુધ્ધ આહીર, અર્જુન આહીર, ભાવેશ રામ, જાહલ આહીર, સભીબેન આહીર, ભુમી આહીર, ક્રિષ્ના આહીર, કવિ માવજીભાઈ, કવિ મોહન મોર, કવિ મુકેશ કંડોરીયા, મેક્ષ આહીર આ બધાજ કસબીઓ ચાર માસથી મહારાસની તૈયારી કરી રહ્યા છે અને સાંજીદાઓમા વાંસળી શરણાઈ અને દશ-દશ કચ્છી ઢોલ, વાયોલીન એમ 15 ગુજરાતના ટોપ જાંબાજ વાદકો કસબ બતાવશે.

આહીરાણી મહારાસ કાર્યક્રમ
આહીરાણી મહારાસ કાર્યક્રમ

તમામ આહિર સમાજ હાજર રહેશે : તમામ જીલ્લાના તાલુકાના અને એક-એક ગામડાના આહીર સમાજના ભાઈઓ અને બહેનો કૃષ્ણ કાર્યમા સર્મપીત થઇ પોતાને ભાગે આવતા કાર્યમાં છ-છ માસથી શ્રધ્ધા પુર્વક જોડાયા છે. ભકિત સ્વરુપ મહારાસ માધ્યમે આહીર સમાજના ઉજ્જવળ ભવિષ્યની ખેવના રાખનાર અને આહીર સમાજમાં સબળ વિચારોની સ્થાપના થાય એ માટે આહીર સમાજના આગેવાનો ખડેપગે સતત અજોડ આયોજનમા શ્રધ્ધા પુર્વક કાર્ય કરી રહ્યા છે. આહીર સમાજના ભાઇઓ બહેનો આખી દ્રારકામા સ્વરછતા અને સફાઈ પણ કરશે.

આહીરાણી મહારાસ કાર્યક્રમ
આહીરાણી મહારાસ કાર્યક્રમ

વિવિધ કાર્યક્રમો યોજાશે : મહારાસમા તમામ બહેનો પોતાનો અસલ ભાતીગળ પહેરવેશ પહેરશે અને તા. 23 ની જાગરણની રાત્રે માલદે આહીરની કંઠ અને કલમથી કંડારાય સંકલીત થયેલ ભગવાન કૃષ્ણના જીવનની મુખ્ય લીલાઓનુ 100 કલાકારોના કાફલા સાથે સીનેમેટીક મેગા નાટક ''મુરલીઘર મહારાજ" રજુઆત પામશે. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન માયાભાઈ આહીર અને માલદે આહીર સંભાળશે.

  1. Viral Reels : રાજકોટમાં યુવકોને કારના બોનેટ પર બેસીને રીલ્સ બનાવવી પડી ભારે
  2. ગાંધીનગરમાં દક્ષિણ ભારતથી પરત ફરેલ 2 નાગરિકો કોરોના પોઝિટિવ, હોમ આઈસોલેટ કરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.