ETV Bharat / state

કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર આપશે સરકાર, આજથી સર્વેની પ્રક્રિયા શરૂ - Agriculture Minister of State Raghavji Patel

ભર શિયાળે થેયલા માવઠાની જે ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે તે ખેડૂતોના નુકસાનીનો સર્વે કરવાનો નિર્ણય સરકારે લીધો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે દિવસ થયેલા કમોસમી વરસાદ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં કપાસ, તુવેર અને એરંડાના પાકને નુકશાન થયું છે. Raghavji Patel announced assistance will be given, Agriculture Minister of State Raghavji Patel

agriculture-minister-of-state-raghavji-patel-announced-assistance-will-be-given-by-conducting-a-survey-in-the-affected-areas

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2023, 3:44 PM IST

કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર આપશે સરકાર

રાજકોટ: કમસોમી વરસાદથી થયેલા નુકસાનને લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતોને થયેલા પાકના નુકસાનને લઈને માંગ હતી કે સરકાર નુકસાની અંગેનો સર્વે કરાવે અને વળતર આપે. આ મામલે રાજ્ય સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલે પત્રકાર પરિષદ યોજીને જે જે વિસ્તારોમાં નુકશાન થયું છે ત્યાં સર્વે કરીને સહાય આપવાની જાહેરાત કરી છે.

કમોસમી વરસાદથી ભારે નુકસાન: રાજ્યમાં ગત તારીખ 26 અને 27 એક બે દિવસ સુધી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેતરમાં ઉભેલા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થયું છે. કેટલાક વિસ્તારોમાં પાક સાવ ધોવાઈ ગયા છે. એવામાં ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. એક તરફ ખરીફ પાકને ખેતરમાંથી કાપવાની અને રવી પાકને વાવવાની સીઝન છે. એવામાં કમોસમી વરસાદ આવતા ખેડૂતોને હાલ ભારે નુકશાની વેઠવાનો વારો છે.

'ગત તારીખ 26 અને 27 આ બે દિવસની અંદર રાજ્યના 236 તાલુકાઓમાં 1 મિલીમિટરથી લઈને વધુમાં વધુ 151 મિલીમીટર સુધીની કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં 121 તાલુકાઓમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. 34 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 6 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. એવામાં કમોસમી વરસાદના કારણે ખરીફ પાકનું જે વાવેતરમાં નુકસાની થઇ છે. કુલ 86 લાખ હેક્ટરમાં વાવવામાં આવેલા કપાસ, એરંડા અને તુવેર સિવાયના તમામ મોટાભાગના પાકોની કપાતની સીઝન પૂર્ણ થઈ ગઈ છે. જેને કોઈ નુકશાની નથી. હાલ માત્ર કપાસ, તુવેર અને એરંડાના પાકને નુકશાની થઈ હોવાની શક્યતાઓ છે.' -રાઘવજી પટેલ, કૃષિમંત્રી

કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી તમામ જિલ્લાઓમાં વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. એવામાં અમારા ખેતીવાડીના અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે અને સરકારના ધારાધોરણો મુજબ જે જે વિસ્તારોમાં નુકશાન થયું છે ત્યાં તમામ વિસ્તારોમાં ખેડૂતોને સહાય ચૂકવવા આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે દિવસ થયેલા કમોસમી વરસાદ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં કપાસ, તુવેર અને એરંડાના પાકને નુકશાન થયું છે. એવામાં સરકાર દ્વારા સર્વે કરીને ખેડૂતોને નુકશાની જાહેરાત કરવામાં આવતા ખેડૂતોની ચિંતા હળવી બની છે.

  1. 'નલ સે જલ' યોજના ખાલી નામની ? દ્વારકાના સલાયા ગામના લોકોને અત્યારથી જ પીવાના પાણીના ફાંફા
  2. ખેડૂતોને સહાયની તમામ કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે - ઋષિકેશ પટેલ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.