ETV Bharat / state

Rajkot Accident: રાજકોટમાં ટ્રકની અડફેટે આફ્રિકન વિદ્યાર્થીનું મોત, મારવાડી યુનિ.માં કરતો હતો અભ્યાસ

રાજકોટમાં ટ્રકની અડફેટે આવેલા એક બાઈક ચાલક વિદ્યાર્થીનું મોત નીપજતાં ચકચાર મચી ગયો છે. મૃતક વિદ્યાર્થી મૂળ આફ્રિકાનો રહેવાશી છે અને શહેરની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો હતો.

કની અડફેટે આફ્રિકાના વિદ્યાર્થીનું મોત
કની અડફેટે આફ્રિકાના વિદ્યાર્થીનું મોત
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 8:16 AM IST

રાજકોટ: રાજકોટની શહેરની ભાગોળે આવેલા રતનપર નજીક હાઇવે પર ટ્રકની અડફેટે આવેલા એક સ્કૂટર ચાલક આફ્રિકન યુવકનું મોત નીપજ્યું છે. આ વિદ્યાર્થી સ્કૂટર લઈને પોતાની હોસ્ટેલ તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા ટ્રકે તેને અડફેટે લીધો હતો. મહત્વપૂર્ણ છે કે, આ યુવક રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો.

મૃતક યુવક મૂળ આફ્રિકાનો રહેવાશી: મૃતક વિદ્યાર્થી મૂળ આફ્રિકાના સાઉથ સુદાનનો રહેવાસી છે અને તેનું નામ માજોક ગેબરિયલ પિયોગ હોવાનું જાણવા મળ્યું છે, તે રાજકોટ શહેરના રતનપર વિસ્તારમાં રહેતો હતો અને મારવાડી કોલેજમાં સિવિલ એન્જિનિયરના 4થા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. 21 વર્ષીય આ વિદ્યાર્થી મોડી રાત્રે સ્કૂટર લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન હાઇવે પર પુર ઝડપે આવેલ ટ્રકે તેને અડફેટે લીધો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

કુવાડવા રોડ પર બે લોકોના થયા હતા મોત: નોંધનીય છે કે, બે દિવસ પહેલા પણ રાજકોટના એરપોર્ટ રોડ વિસ્તાર ઉપર પણ ટ્રક દ્વારા મોટરસાયકલ ચાલકને અડફેટે લેવાની ઘટનામાં બે લોકોના મોત થયા હતા. આ બંને મૃતકો રાજકોટ એરપોર્ટના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હતા. તેઓ એરપોર્ટ પર નોકરી પૂરી કરીને ઘરે પરત આવી રહ્યા હતા તે દરમિયાન ટ્રકે તેમને અડફેટે લીધા હતા અને બંનેના ઘટના સ્થળે જ મોત થયાં હતાં. એવામાં રતનપર નજીક મારવાડી કોલેજના વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે મોત થતાં ચકચાર મચી ગયો છે.

  1. Rajkot New court : રાજકોટમાં નવી કોર્ટ શરૂ થયાના બીજા દિવસે વકીલો વચ્ચે વિવાદ, જાણો સમગ્ર મામલો
  2. Rajkot Crime : ધોરાજી સેસન્સ કોર્ટે પોકસો કેસ આરોપીને 20 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.