સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જ્યારે કેટલાક શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે. રાજકોટમાં પણ છેલ્લા બે દિવસથી મનપા તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ મનપાના આરોગ્ય વિભાગે આ પ્રકારના વાતાવરણ કેવી રીતે રહેવું તેની માર્ગદર્શિકા જાહેર કરી છે.
જેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને પ્રવાહી પીવું, દિવસ દરમિયાન 12થી 5 જે સમયે સૂર્યના સીધા કિરણો શરીર પર પડતા હોવાના કારણે આવા સમયે કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ અને બહાર જવાનું થાય ત્યારે સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને આ પ્રકારના ઉનાળુ વાતાવરણ લુ લાગવાથી અને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચી શકાય છે.