રાજકોટઃ રાજકોટ શહેરના નાના મૌવા રોડ ભીમનગરમાં રહેતા 58 વર્ષીય વિનુભાઈ પરમાર નામના વણકર પ્રૌઢએ તાલુકા પોલીસ સ્ટેશનના લોકઅપના ટોઇલેટમાં રૂમાલથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.
મળતી માહિતી પ્રમાણે, આરોપી અગાઉ પણ છેડતીના ગુનામાં સંડોવાયેલું હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે આરોપી વિરુદ્ધ પોતાની પત્નીને હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે 151 મુજબ તેની અટકાયત કરી હતી.
રાજકોટ તાલુકા પોલીસ દ્વારા આ ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન મોડીરાત્રે તેને પોલીસ મથકના લોકઅપમાં રૂમાલ વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.