- જેતપુરમાં કાર પલ્ટી જતા સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં 2ના મોત અને એક ઘાયલ
- લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન ઘટી ઘટના
રાજકોટઃ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અમરનગર પાસે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતાં. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી, જે ગંભીર હાલતમાં છે. આ બધા લોકો લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કાર પલ્ટી જતા અકસ્માત થયો હતો.
કાર પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
કારમાં સવાર લોકો અમરનગરથી લગ્નપ્રસંગને માણી જેતપુર પરત ફરી રહ્યાં હતાંં. આ દરમિયાન અમરનગરથી જેતપુરના રસ્તા પર કાર અચાનક બેકાબુ બની જતા કારે પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતાં. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બનતા રસ્તા પરથી પસર થતા અન્ય લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસને આ અંગે જાણ કરી હતી.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યકિતને હોસ્પિટલમાં ખસેડાયા
પોલીસને આ ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જોકે પોલીસે ઘટનાને લઈ કાર્યવાહી હાથ ધરી છે.