- ચાલુ ટ્રકનું ટાયર ફાટતા અકસ્માતની ઘટના બની
- બેકાબુ બનેલી ટ્રકે બાઇક સવારને હડફેટે લીધો
- ટ્રક રોડની સાઈડમાં પલ્ટી માર્યો
રાજકોટઃ રાજકોટ જિલ્લાના આટકોટ પાસે આવેલા ખારચિયા ગામ નજીક સિમેન્ટ ભરેલો ટ્રક ગોંડલ તરફથી આટકોટ તરફ જતો હતો આ દરમિયાન ટ્રક ચાલકે ટ્રક પરથી કાબુ ગૂમાવતા સામેથી આવતા એક્ટિવા સાથે અકસ્માત સર્જાયો હતો. એકટીવા ચાલક આટકોટથી દડવા તરફ જઈ રહ્યા હતાં.
ટ્રક ચાલકે ટ્રક પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
સીમેન્ટ ભરેલા ચાલુ ટ્રકનું અચાનક ટાયર ફાટતા ડ્રાઇવરે ટ્રક પરથી કાબુ ગુમાવતા એકટીવા ચાલકને હડફેટે લેતા ટ્રક રોડની સાઈડમાં પલટી ગયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર વીરનગરના મનસુખભાઈ ગીગાભાઈ સાવલિયા ઉંમર વર્ષ 53નું મોત થયું હતું. જ્યારે તેમની સાથે જય તુલસીભાઈ સાવલિયાને ગંભીર ઈજા થતા રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના સમગ્ર બનાવને લઈને વીરનગર સેવાભાવી પરેશભાઈ રાદડિયા સહિતના યુવાનો અને આટકોટ પોલીસ PSI કે.પી. મેતા અને આટકોટ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.