રાજકોટઃ જિલ્લાના આટકોટના ગુંદાળા રોડ પર ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળકીનું મોત થયું હતું.
આટકોટ ગુંદાળા રોડ પર ટ્રેકટરની પાછળ રિક્ષા ઘુસી જતા એક બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. રિક્ષામાં બેઠેલી બાળકીની માતા જામબાઈને ઈજા પહોંચી હતી. જ્યારે પુત્રી ભારૂતિયા (ઉં.વ. અઢી)નું મોત થયું હતું. મૃતકનો પરિવાર પરપ્રાંતીય છે અને ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. આટકોટ પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી અને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.