રાજકોટ : માધાપર ચોકડી પાસે રહેતા વ્યાપારી કમલેશભાઈ કિશોરભાઈ જોષી પોતાની વેગનઆર કારમાં બગસરાથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા. ત્યારે મોવિયા શ્રીનાથગઢ વચ્ચે માતેલા સાંઢની માફક દોડી આવી ટ્રકના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનો પલટી મારી ગયા હતા.
જેમાં કારચાલક કમલેશભાઈને ઇજા પહોંચતા પ્રાથમિક સારવાર ગોંડલ સરકારી દવાખાને આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. આ તકે માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ ઘાયલ દર્દીની સેવામાં પહોંચ્યા હતા.