ETV Bharat / state

Gujarat Paper Leak: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીકને લઈને AAPનું વિરોધ પ્રદર્શન, રાજકારણ ગરમાયું

આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 12મી ઓક્ટોબરની રાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીબીએ અને બીકોમના અભ્યાસક્રમના બે પેપર લીક થયા હતા. જે મામલે 111 દિવસ પછી પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જેને લઈને ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવા માગ કરી હતી. આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કરતાં હવે રાજકારણ ગરમાયું છે.

બીબીએ અને બીકોમના અભ્યાસક્રમના બે પેપર 12મી ઓક્ટોબરની રાતના ફૂટ્યા હતા

author img

By

Published : Feb 6, 2023, 6:27 PM IST

Updated : Feb 6, 2023, 7:18 PM IST

પેપરલીક કાંડ મામલે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ પ્રદર્શન

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પેપરલીક કાંડ મામલે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર ફૂટ્યાના 111 દિવસથી વધુનો સમય વીત્યુ છતાં પણ યુનિવર્સિટી દ્વારા માત્ર પોલીસ ફરિયાદ કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે જે કોલેજમાંથી પેપર ફૂટ્યું છે તેના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે.

બીબીએ અને બીકોમના અભ્યાસક્રમના બે પેપર 12મી ઓક્ટોબરની રાતના ફૂટ્યા હતા
બીબીએ અને બીકોમના અભ્યાસક્રમના બે પેપર 12મી ઓક્ટોબરની રાતના ફૂટ્યા હતા

આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 13મી ઓક્ટોબરે લેવાનાર બીબીએ અને બીકોમના અભ્યાસક્રમના બે પેપર 12મી ઓક્ટોબરની રાતના ફૂટ્યા હતા. ત્યારબાદ 111 દિવસ વીત્યા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મામલે રાજકોટની એચ.એન શુક્લા કોલેજના પેપર રીસીવર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આજે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજીને કોલેજ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની ઇન્ચાર્જ કુલપતિ સમક્ષ માંગણી કરી છે.

જે કોલેજમાંથી પેપર ફૂટ્યું છે તેના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે.

પેપર ફૂટવાનો મુદ્દો વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો: તાજેતરમાં જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. એવામાં પેપર ફૂટવાનો મામલો વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં પણ મુખ્ય મુદ્દો રહ્યો હતો. તેમજ આ મામલે વિવિધ રાજકીય પક્ષો દ્વારા આકરો કાયદો બનાવવાની પણ જાહેરાતો કરી હતી પરંતુ જેવી જ ચૂંટણી પૂરી થઈ. ત્યારબાદ ફરી એક વખત જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું હતું અને ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ત્યારે રાજ્યમાં પેપર ફૂટવાની ઘટનાને લઈને આમ આદમી પાર્ટી હવે ફરી એક વખત સક્રિય થઈ છે અને આ મામલે પોતાનો વિરોધ નોંધાવી રહી છે.

Junior Clerk Exam: એપ્રિલમાં યોજાઈ શકે છે પરીક્ષા, IPS હસમુખ પટેલ બનાવશે રણનીતિ

પેપર ફૂટવા મામલે સરકાર નિષ્ફળ રહી છે: પેપર ફૂટવાની ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખના રાજકોટના પ્રમુખ સુરજ બગડાએ ETVને જણાવ્યું હતું કે પેપર ફૂટવાની ઘટનાને પગલે અમે વિરોધ કરતા આવ્યા છીએ અને ભવિષ્યમાં જો આવી ઘટના સર્જાશે તો અમે વિરોધ કરતા રહીશું. જ્યારે આ તમામ મુદ્દાઓ જનતાને સ્પર્શતા મુદ્દા છે. આ સાથે જ ગુજરાત સરકાર પણ પેપર ફૂટવા મામલે સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. જ્યારે છેલ્લા નવ વર્ષમાં 22 જેટલા પેપર ફૂટ્યા છે અને દર વર્ષે આ પેપર ફૂટવાની ઘટના સામે આવે છે. સરકારે આ મામલે હજુ કોઈ કડક કાયદો બનાવ્યો નથી કે આ મામલે કોઈ કડક કાર્યવાહી કરી નથી. જેના કારણે આવું વારંવાર થઈ રહ્યું છે.

Junior Paper Leak Case : જૂનિયર ક્લાર્કની પરીક્ષાના 36000 પેપરોનો કરાયો નાશ

આપની સરકાર બનશે તો કડક કાયદો બનાવશે: જ્યારે પેપર લીકની ઘટનાને લઈને ગુજરાતમાં ચારે બાજુ રાજકારણમાં આ મુદ્દો ચર્ચામાં છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના યુવા નેતા સુરજ બગડાએ વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ આમ આદમી પાર્ટીના સુપ્રીમો દ્વારા પેપર લીક મામલે કડક કાયદો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ મામલે આકરી કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી હતી પરંતુ અમે પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને અમને જે જનાદેશ મળ્યો તે અમે સ્વીકારીએ છીએ. જ્યારે અમે આગામી દિવસોમાં પણ ચૂંટણી લડશું. તેમજ જો અમારી સરકાર બનશે તો અમે કડક કાયદો લાવશું.

Last Updated : Feb 6, 2023, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.