ETV Bharat / state

રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલમાં મહિલાએ આપી કોરોનાને મ્હાત - Corona epidemic

રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલમાં ઓછુ ઓક્સિજન લેવલ હોવા છતા કોરોનાને આપી મ્હાત.

corona
રાજકોટની કેન્સર કોવીડ હોસ્પીટલમાં મહિલાએ આપી કોરોનાને મ્હાત
author img

By

Published : May 7, 2021, 10:38 AM IST

  • રાજકોટમાં વૃદ્ધાએ આપી કોરોનાને મ્હાત
  • સિવિલ હોસ્પિટલની સારવાર દ્વારા મહિલાને મળ્યું નવજીવન
  • મહિલાએ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફનો માન્યો આધાર

રાજકોટ: શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ અને મૃત્યુને પ્રત્યક્ષ અનુભવવા છતાં હિંમતભેર તપાસ માટે આગળ આવી યોગ્ય સારવાર થકી રાજકોટના આંબેડકરનગરના રહિશ સુનિતાબેને કોરોનાને મ્હાત આપી નવજીવન મેળવ્યું.

ડોક્ટરની સઘન સારવારથી મળ્યું નવુ જીવન

કોરોનામુકત થવાથી પોતાની એકલવાયી બનેલી દીકરીને ફરી મળી શકવાના હરખને વ્યકત કરતા સુનીતાબેન કાનજીભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, પોતાને શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેઓએ ડર રાખ્યા વગર તુરંત જ સિવિલ હોસ્પીટલમાં દાખલ થવાનો નિશ્ચય કર્યો. જયાં તેઓનો ટેસ્ટ કરતાં કોરોના પોઝિટિવ હોવા ઉપરાંત ઓકસીજન લેવલ ઓછું હોવાથી ક્રિટીકલ જણાતા કેન્સર કોવિડ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. જયાં વેન્ટીલેટર પર ત્રણ દિવસ સુધી રાખી અહિંના ડોકટરો દ્વારા સતત મોનીટરીંગ અને દવાઓ સાથે પોષક આહાર અને નિયમિત હળવી કસરતો દ્વારા તેઓ કોરોનાથી મુકત બન્યા છે.

આ પણ વાંચો : જન્મજાત મનોદિવ્યાંગ એવા 21 વર્ષના પાર્થે પિતા સાથે કોરોનાને હરાવ્યો

એકની એક વ્હાલસોયી દિકરીને ફરી મળવાનો હરખ

ગરીબ મધ્યમ વર્ગના લોકોની સરકાર દ્વારા કરાતી દરકાર તથા સર્વ લોકો માટેની સુયોગ્ય અને સઘન સારવારને આર્શીવાદરૂપ ગણી રાજય સરકારનો આભાર માનતા તેઓ કહે છે કે, સરકાર દ્વારા અપાઇ રહેલી નિઃશુલ્ક સારવાર મારા માટે ખરેખર સંજીવની સમાન બની છે. અહીં તમામ લોકોને સમાન ભાવે સારવાર મળે છે. ડોકટર, નર્સ અને એટેન્ડન્ટ સહિતનો તમામ સ્ટાફ ઘરના વ્યક્તિ જેવી આત્મીયતા સાથે સૌની સેવા શુશ્રૂષા કરે છે. હળાહળ કળિયુગમાં કોરોના જેવી મહામારીમાં પણ કેન્સર હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓની નિષ્કામ અને નિષ્ઠાપૂર્ણ સેવા થકી સુનીતાબેન જેવા અનેક લોકો નવું જીવન મેળવી હર્ષ સાથે સંતોષની લાગણી અનુભવી અંતરના આર્શીવાદથી તેઓની ઝેાળી ભરી રહયા છે. કોરોનામુકત બની પોતાના સ્વગૃહે પરત ફરતા પોતાની એકની એક વ્હાલસોયી દિકરીને ફરી મળવાનો હરખ તેઓના આંખમાંથી વહી રહેલા હર્ષાશ્રુમાં સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.