રાજકોટઃ ભરૂડી ટોલનાકા પાસે શૈલેષ આંબાભાઇ પશુધનને લઈ કતલ ખાને જતો હતો. તેના હવાલાવાળી મહિન્દ્રા પીકઅપ નંબર. GJ 03 AZ 0926 ને રોકી તલાશી લેતા ગૌવંશ 2 ગાય કિમંત રૂપિયા 40,000 તથા ગાયનુ બચ્ચુ 1 કિમંત રૂપિયા 2000/- તથા મહિન્દ્રા પીકઅપની કિમંત રુપિયા 2,50,000/- એમ કુલ મુદામાલ રૂપિયા 2,92,000,/- મળી આવ્યો હતો.
આરોપીએ પોતાના મહિન્દ્રા પીકઅપમાં પાણીની તથા ઘાસ ચારાની વ્યવસ્થા રાખ્યા વગર તથા દોરડા વડે ક્રુરતા પુર્વક બાંધી હલન ચલન ન થાય તે રીતે અને પશુને પીડા થાય તે રીતે બાંધી કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરતા મળી આવતા આરોપી વિરુદ્ધ ધી ગુજરાત પ્રાણી સરંક્ષણ અધિનીયમ 1954 એમેન્ટમેન્ટ 2017ના સુધારાની કલમ 8(4) તથા પશુ-પ્રત્યે ઘાતકી પણાની કલમ 11(ડી)(ઇ)(એફ)(એચ) મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.