- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડના ખર્ચે સ્થપાશે ઓક્સિજન પ્લાન્ટ
- રશિયાની કંપની દ્વારા બનાવવામાં આવશે ઓક્સિજન પ્લાન્ટ
- રોશનફેટ કંપની દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરાશે
રાજકોટ : કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત ઉભી થઇ છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ સિવિલ હોસ્પિટલ( Rajkot Civil Hospital )માં પણ આગામી દિવસોમાં રૂપિયા 10 કરોડના ખર્ચે નવો ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવશે. જેના માટે રશિયાની કંપનીએ તૈયારી દર્શાવી છે.
રૂપિયા 10 કરોડના ખર્ચે રશિયાની કંપની બનાવશે ઓક્સિજન પ્લાન્ટ
રાજકોટ સિવિલ હોસ્પિટલ( Rajkot Civil Hospital )માં હાલ 10થી 15 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે, ત્યારે આગામી દિવસોમાં રશિયાની રોશનફેટ કંપની દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ( Rajkot Civil Hospital )માં ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. જેની અંદાજિત કિંમત રૂપિયા 10 કરોડની છે, જ્યારે આ પ્લાન્ટ મદદથી દર એક કલાકે 832 મેગા ક્યૂબ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવશે. જે કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ( Rajkot Civil Hospital )માં ઓક્સિજનની અછત સર્જાશે નહીં, જ્યારે રાજકોટ જિલ્લામાં 14 હોસ્પિટલમાં પણ આગામી દિવસોમાં ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે.
આ પણ વાંચો -