ETV Bharat / state

Rajkot News: સ્કૂલ બસના ડ્રાઈવરની બેદરકારીથી જેતપુરમાં નવ વર્ષની બાળકીનું થયું મૃત્યુ

રાજકોટના જેતપુર તાલુકાના મોટા ગુંડાળા ગામ ખાતે એક અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં એક નવ વર્ષની બાળકીનું મોત થતાં ચકચાર મચી ગયો છે. આ ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા બાદ ડોકટકર દ્વારા અકસ્માતમાં મૃત્યુ થયેલ વિદ્યાર્થીનિનું પીએમ કરવાની ના પાડતા હોવાનું જાણવા મળતા ધારાસભ્ય જયેશ રાદડિયાએ તબીબને ગાળો ભાંડીને ખખડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

Rajkot News: સ્કૂલ બસના ડ્રાઈવરની બેદરકારીથી જેતપુરમાં નવ વર્ષની બાળકીનું થયું મૃત્યુ
Rajkot News: સ્કૂલ બસના ડ્રાઈવરની બેદરકારીથી જેતપુરમાં નવ વર્ષની બાળકીનું થયું મૃત્યુ
author img

By

Published : Apr 18, 2023, 1:01 PM IST

Rajkot News: સ્કૂલ બસના ડ્રાઈવરની બેદરકારીથી જેતપુરમાં નવ વર્ષની બાળકીનું થયું મૃત્યુ

રાજકોટ: જેતપુરના મોટા ગુંડાળા ગામે ફરેણી સ્વામિનારાયણ સ્કૂલની બસે વિદ્યાર્થિનીને અડફેટે લેતા ધોરણ ચારમા અભ્યાસ કરતી નવ વર્ષની વિદ્યાર્થીનિનું મોત થયું છે. આ ઘટનામાં સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને લઈને ગામમાં મુકવા માટે બસ આવી હતી ત્યારે આ અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કેસ્વી અરવિંદભાઈ અભંગી નામની નવ વર્ષીય બાળકીનું મોત થયું છે ત્યારે આ અકસ્માત બાદ બસમાં કિલિન્ડર ન હોવાથી ઘટના બની હોવાના મૃતકના કાકા એ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચોઃ Rajkot Viral Video: રાજકોટના દાદાએ કર્યા બાઈક પર સ્ટંટ, વીડિયો વાયરલ

બસમાં કીલીન્ડર ન હોવાથી આ ઘટના બનીઃ અકસ્માતની બનેલી આ ઘટના બાદ ડોકટકર દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીનિનું પીએમ કરવાની ના પાડતા હોવાની ફરિયાદ આવતા સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા દોડી આવ્યા હતા અને તબીબને ગાળો ભાંડી ખખડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ફરેણી સ્વામિનારાયણ સંસ્થાની સ્કૂલ બસે ધોરણ ચારમાં અભ્યાસ કરતી કેસ્વી અરવિંદભાઈ અભંગી નામની નવ વર્ષીય બાળકીનું બસની અડફેટે આવી જતાં અકસ્માતે મોત થયું છે. આ ઘટનામાં સ્કૂલ બસ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને લઈને ગામમાં મૂકવા માટે બસ આવી હતી ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ મૃતક બાળકીના કાકાએ આક્ષેપ કર્યો છે કે, બસમાં કોઈ કીલીન્ડર ન હોવાથી આ ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે. અકસ્માતે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

વિદ્યાર્થીનીનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડીઃ અકસ્માતે બનેલી આ ઘટના બાદ બાળકીનું મોત થતા બાળકીના મૃતદેહને જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતે બનેલી આ ઘટના બાદ જેતપુર તાલુકા પોલીસ પણ દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવની અંદર ડોક્ટર દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીનીનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતા હોવાની બાબત સામે આવતા સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ડોક્ટરને ગાળો ભાંડી ખખડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ Porbandar Kirti Mandir: કીર્તિમંદિરની આસપાસ વિસ્તારમાં બાંધકામ કરનારા 19 લોકો સામે ફરિયાદ

બનાવ અંગેનો રિપોર્ટ તૈયાર કરાશેઃ જેતપુર હોસ્પિટલમાં જે બાબત બની તે ઘટના અંગે જેતપુર સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. નીકીતા પંડયાએ જણાવ્યું છે કે, આ બનાવ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ તૈયાર કર્યા બાદ વળી કચેરીઓને આ સમગ્ર બાબતનો રિપોર્ટ મોકલવામાં આવશે તેવું જણાવ્યું છે. આ સાથે જણાવ્યું છે કે, કોઈપણ કર્મચારી પર શું કાર્યવાહી કરવી તેમની સત્તા વાડી કચેરીને હોય છે તેવું જણાવ્યું છે.

ધારાસભ્ય જયેશ રાદડિયા ધટનાસ્થળેઃ રાજકોટના જેતપુર તાલુકા પંથકની અંદર અકસ્માતે વિદ્યાર્થીનીનું મોત થયા બાદ પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને ખસેડવામાં આવ્યું હતું જ્યાં તબીબ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની બાબત સામે આવતા ધારાસભ્ય જયેશ રાદડિયા દોડી આવ્યા હતા અને તબીબને ખખડાવી ગાળો ભાંડી હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા હોસ્પિટલના અધિક્ષકને પણ ઉધળા લીધા હતા અને પોસ્ટમોર્ટમ માટે હેરાનગતિ કરનાર ડોક્ટર આકાશ ગેડિયાને ખખડાવ્યા હતા.

બેદરકારીની હદ પારઃ અકસ્માતે બનેલી આ ઘટના બાદ તબીબ દ્વારા હેરાનગતિ કરવાની બાબતને લઈને ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડોક્ટરને ગાળો ભાંડી અને તબીબોને ખખડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે જયેશ રાદડિયાએ જણાવ્યું છે કે, ડોક્ટર દ્વારા કરવામાં આવતી બેદરકારી બદલ તેઓએ પોતાની ભાષામાં જવાબ આપ્યો છે અને આ ઘટના બાદ ડોક્ટરની મીટીંગ બોલાવી ફરી વખત આવી કોઈપણ પ્રકારની ઘટના ન બને તે માટેની સૂચના આપી હોવાનું સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.