રાજકોટ: ઉપલેટાના ડુંમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ સીયારામ હોટલ ખાતે થોડા દિવસ પૂર્વે એક માનસિક અસ્થિર મગજનો વ્યક્તિ ફરતો-ફરતો (lost person from West Bengal found)આવેલ હતો. આ વ્યક્તિને હોટલના માલિકે થોડા દિવસ સાચવી અને તેમને ધીમે-ધીમે પુછતાછ કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમના પરિવાર સાથે સંપર્ક કરીને દસ વર્ષ બાદ તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું (Lost person found after 10 years)છે. આ માનસિક અસ્થિર મગજના વ્યક્તિ કે જે પોતાના પરિવારથી 10 વર્ષ પહેલા વિખુટો પડી ગયો હતો. તે તેમના પરિવારને ફરી એકવાર પરત મળ્યો (Lost person found rajkot upleta national highway)છે.
ઉપલેટાના નેશનલ હાઇવે પર ડુંમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ સીયારામ હોટલ ખાતે આ વ્યક્તિ થોડા દિવસ પહેલા ભટકતો અને રખડતો આવી પહોચ્યો હતો. ત્યા એ સીયારામ હોટલના માલિકે પોતાના નિયમ મુજબ ગરીબ તેમજ સાધુ સંતોને જેમ વિનામૂલ્યે જમાડે છે. આ માનસિક અસ્થિર મગજના વ્યક્તિને જમાડ્યો અને તેમની ખરાબ સ્થિતિને સુધારી તેમને સ્વચ્છ અને સ્વસ્થ કરેલ હતો અને તેમને પોતાને ત્યાં રાખી અને સાચવ્યો (Lost person found rajkot upleta national highway)હતો.
આ પણ વાંચો રાજકુમાર જતોલિયાની બેનમૂન ચિત્રકૃતીઓનું શહેરમાં પ્રદર્શન
“આશરો આહીરનો”: જેમ કહેવત છે કે “આશરો આહીરનો” તે કહેવતને આ હોટેલ માલિકે બીજી વખત સાર્થક કરેલ છે. અસ્થિર મગજના વ્યક્તિ કે જેમની ઉમર હાલ 39 વર્ષ છે અને તેમનું નામ દેવાશીશ અજીત મંડલ છે. તેમને સાચવ્યો અને પોતાને ત્યાં પોતાના પરિવારના સભ્યની જેમ આશરો આપીને સાચવ્યો હતો. બાદમાં તેમની પુછતાછ કરીને તેમના વતન અને તેમના પરિવારનો સંપર્ક શરૂ કર્યો હતો. જેમાં આ હોટેલના માલિક ભૂપત વસરાએ તેમની સાથે નાના બાળકની જેમ વર્તન કરીને માહિતીઓ મેળવી તેમના વતન અંગેની માહિતી મેળવી લીધી અને તેમના પરિવાર અને વતનનો(Lost person found rajkot upleta national highway) સંપર્ક કર્યો હતો.
પશ્ચિમ બંગાળ રાજ્યના મેદનીપુરજીલ્લાનો રહેવાસી: આ વ્યક્તિ પશ્ચિમ બંગાળ રાજ્યના મેદનીપુરજીલ્લામાં આવેલ ગળબતા તાલુકાના અમલાગુડા ગામનો હોવાનું સામે આવ્યું હતું. ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ અને સતત શોધખોળ અને તપાસ બાદ તેમના પરિવાર સંપર્ક કરેલ હતો. જેમાં તેમના પરિવારે જણાવ્યું હતું કે આ વ્યક્તિ લગભગ દસ વર્ષ કરતા પણ વધારે સમયથી માનસિક અસ્થિર મગજનો હોવાથી ચાલ્યો ગયેલ હતો અને હાલ તેમને આ તેમનો(Lost person found rajkot upleta national highway) વ્યક્તિ દસ વર્ષ બાદ મળ્યો છે.
આ પણ વાંચો National Highway 27: તૂટેલા પુલ-ખરાબ રસ્તા તાત્કાલિક રીપેર કરવા માગ
આ હોટેલના માલિકને ત્યા અગાઉ પણ એક માનસિક અસ્થિર મગજનો વ્યક્તિ ભટકતો ચડી આવ્યો હતો. આ જ હોટેલ માલિકે તેમને લગભગ દસ વર્ષ સુધી પોતાને ત્યાં પોતાના પરિવારની જેમ સાચવેલ હતો. જે વ્યક્તિ છતીસગઢ રાજ્યનો હોવાનું માલુમ પડ્યું હતું. અગાઉ પણ આ હોટેલ માલિકે પોતાને ત્યાં દસ વર્ષ સુધી સાચવેલ વ્યક્તિને પોતાના પરિવાર સાથે મિલાવી અને તેમને તેમના પરિવાર સુધી પહોચાડ્યો હતો.
માનસિક અસ્થિર મગજના આ વ્યક્તિના પરિવાર સાથે જયારે આ હોટેલ માલિકનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ વ્યક્તિ આ પ્રદેશનો નહિ પણ પશ્ચિમ બંગાળનો છે અને તેમનો પરિવાર હાલ બંગાળ રાજ્યના મેદનીપુર જીલ્લામાં આવેલ ગળબતા તાલુકાના અમલાગુડા ગામ ખાતે રહે છે. તેમજ આ માનસિક અસ્થિર મગજનો વ્યક્તિ પરણિત પણ છે અને તેમને એક દસ વર્ષની દીકરી પણ છે. સાથે તેમના માતા-પિતા, ભાઈ, બહેન સહિતના સૌ કોઈ પરિવારના સભ્યો હજુ હયાત છે અને તેમને હજુ પણ શોધતા હતા.
આ ખોવાયેલ વ્યક્તિ કે જે ઉપલેટા પાસેથી મળી આવેલ છે તેમના પરિવારે તેમની ગુમસુદા બાબતે સ્થાનિક પોલીસમાં, સ્થાનિક સરકારી કચેરીઓ સહિતની સૌ કોઈ જગ્યાઓ પણ જાણ કરેલ હોવાની પણ વિગતો સામે આવી છે. માનસિક અસ્થિર મગજના વ્યક્તિને આ હોટેલ માલિકે પોતાની સુજ બુજ અને ટેક્નોલીજીના માધ્યમથી કરેલ શોધ અને સંસોધન બાદ તેમના પરિવાર સાથે ભેટો કરાવ્યો છે. આ ખોવાયેલ વ્યક્તિ તેમના પરિવારને મળતા આજે એક દીકરીને તેમના પિતા મળ્યા છે, એક પત્નીને તેમના પતિ મળ્યા છે, એક બહેનને તેમજ એક ભાઈને તેમનો ભાઈ મળ્યો છે. એક માતા-પિતાને પોતાનો ખોવાયેલ એક દીકરો દર વર્ષ બાદ મળ્યો છે. હોટેલ માલિકે પણ ETV ભારત સાથે આ વ્યક્તિ અને તેમના પરિવાર સાથે મેળાપ કરવી અને આ સમગ્ર કરવામાં આવેલ સંપર્ક અને શોધખોળ અંગેની પૂરી માહિતી આપી અને રાજીપો અનુભવ્યો હતો.