રાજકોટ: ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે દિવાળીની સવારે બે મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા. જેમાં વાડીએ મશીનમાં આવી જવાથી એક મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય એક બનાવની અંદર વાડીએ શોક લાગવાથી એક વૃદ્ધ પુરૂષનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતે થયેલા અલગ-અલગ મોતમાં બે બનાવો બાદ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા (A man and a woman died in two separate accidents) હતા.
એક પુરૂષ અને એક મહિલાનું મોત: આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા તાલુકાના કાથરોટા ગામની સીમમાં આવેલી વાડીમાં શોખ લાગવાથી એક 55 વર્ષીય નાથાભાઈ દેવરાજભાઈ હુંણનું મોત થયું છે. અન્ય એક બનાવમાં ઉપલેટા નજીક આવેલ વડાળા ગામની 19 વર્ષીય મોગરાબેન વિશાલભાઈ વાઘ નામની મહિલા વાડીએ મશીનમાં આવી જતા તેમનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું (A man and a woman died in two separate accidents) છે. પરિવારના લોકોને આ ખબર મળતા જ દિવાળીની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી.
દિવાળીની ઉજવણીઓ માતમમાં ફેરવાઈ: દિવાળીના પાવન પર્વ પર લોકો ખુશીઓને ઉત્સવની ઉજવણીઓ કરતા હોય છે ત્યારે ઘણી વખત ઉજવણીઓ માતમમાં ફેરવાઈ જતી હોય છે. જેમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે આવેલી બે ડેડ બોડીના કારણે તેમના બંનેના પરિવારમાં દિવાળીના ઉત્સવના સમય કાયમી માટે દિવસ માતમમાં ફેરવાઈ ચૂક્યો છે. જેમાં હાલ પોસ્ટમોર્ટમ થયા બાદ બંનેના મૃતદેહને અંતિમ વિધિ માટે લઈ જવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી.