- PGVCL ના કર્મચારીઓને બોલાવી વીજપ્રવાહ બંધ કરાવ્યો
- ધુમાડો નીકળતા સિક્યોરિટી એલાર્મ વાગ્યો.
- પેનલ બોર્ડમાં આગ લાગી હતી
રાજકોટ : જિલ્લાના ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે ભગાભાઈ ભાલાળાના મકાનમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં આગ લાગતા સાથે ધુમાડો નીકળતા અને સિક્યોરિટી એલાર્મ વગતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. આ ઘટનાને પગલે બેન્ક મેનેજર દિલીપભાઈ ચૌહાણ પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક PGVCLના કર્મચારીઓને બોલાવી વીજપ્રવાહ બંધ કરાવતા મોટી આગ ફેલાતા અટકી હતી. આ આગમાં માત્ર બેંકના પેનલ બોર્ડને નુકસાન થયું હતું. મોટી કોઈ જાન હાનિ થઈ નહોતી અને બેન્કમાં રહેલ લોકોની લાખો રૂપિયાની મતા બચી જવા પામી હતી.

