- ગોંડલ શહેરમાં 2 બાળકો પાસે ભિક્ષા વૃત્તિ કરાવતી માતા વિરુદ્ધ ગુનો નોંધાયો
- 2 બાળકો પાસે પૈસા કમાવવાના ઇરાદે ભિક્ષાવૃત્તિ કરાવતી માતા
- માતા વિરુદ્ધ બાળકોની કાળજી અને રક્ષણ અધિનિયમ કલમ 76 મુજબ ગુનો નોંધાયો
રાજકોટઃ ગોંડલ શહેરના વછેરાના વાળા રોડ પર મહિલા દ્વારા પોતાના 2 માસૂમ બાળકો પાસે પૈસા કમાવવાના ઈરાદે ભિક્ષાવૃતિ કરાવવામાં આવતી હોતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પૈસા કમાવવાના બહાને માતા બજારમાં બાળકો પાસે ભીખ માંગવા મોકલતા
ગોંડલ શહેરના મોવિયા રોડ પર રહેતા સંગીતાબેન કાલીભાઈ રાજપુત દ્વારા પોતાના માસુમ બાળકો પાસે પૈસા કમાવવાના બહાને બજારમાં ભીખ માગવા મોકલવામાં આવતા હોતા.જેને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના PSI વાછાણી, એ.એસ.આઇ જગતભાઈ તેરૈયા, મયુરભાઈ વીરડા, રીનાબેન માલવીયા સહિતના લોકોએ બંને બાળકોને ભીખ માંગતા અટકાવી પૂછપરછ કરી તેમની માતા વિરુદ્ધ બાળકોની કાળજી અને રક્ષણ અધિનિયમ કલમ 76 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.