- રાજકોટ મનપા દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 907 સ્ક્રીનીંગ
- 9 કેસ પોઝિટિવ નોંધાયા
- રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા વિવિધ જગ્યાએ આરોગ્ય કેમ્પ યોજાયા
રાજકોટઃ શહેરના દરેક નાગરિક સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા વિવિધ જગ્યાએ આરોગ્ય કેમ્પ કરીને મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જેમાં ડિલિવરી મેન, શાકભાજી વહેંચતા ફેરિયા સહિતના લોકોનું અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનીંગ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યવાહી હજુ પણ શરૂ રહી છે.
બાર્બર અને વિવિધ મોલમાં કરગમાં આવ્યા ટેસ્ટિંગ
તા 28 નવેમ્બરના રોજ બાર્બર (વાણંદ) ક્ષોરકર્મ કારીગરોનું તેમજ 30 નવેમ્બરના રોજ બીગ બજાર તથા રિલાયન્સ મોલના ડીલીવરી બોય/ગર્લનું અને તા 1 ડિસેમ્બરના રોજ ડી-માર્ટ (ક્રિસ્ટલ મોલ, કુવાડવા રોડ, ગોંડલ રોડ અને લાલપર્ક) ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં બાર્બર (વાણંદ) ક્ષોરકર્મ કારીગરોના કેમ્પમાં કુલ 252 લોકોના સ્ક્રીનીંગ અને 172 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. જેમાંથી 03 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તા 30ના રોજ બીગ બજાર અને રિલાયન્સ મોલ ખાતેના કેમ્પમાં કુલ 512 લોકોના સ્ક્રીનીંગ અને 346 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. જેમાંથી 05 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.
તેમજ મંગળવારના રોજ ડી-માર્ટ ખાતેના કેમ્પમાં કુલ 143 લોકોના સ્ક્રીનીંગ અને 108 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતાં. જેમાંથી 01 લોકોને કોરોના પોઝિટિવ આવ્યાં હતા અને તેમને મનપાની ટીમ દ્વારા હોમ કવોરન્ટાઇન કરવામાં આવશે.
ત્રણ દિવસમાં 907 લોકોના સ્ક્રીનીંગ અને ૬૨૬ લોકોના ટેસ્ટીંગ કરાયા
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ખાતે દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ સ્થળોએ કેમ્પ કરી ૯૦૭ લોકોના સ્ક્રીનીંગ અને ૬૨૬ લોકોના ટેસ્ટીંગ કરાયા હતા જમાંથી ૦૯ પોઝિટિવ આવ્યા હતા. હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ સાફ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી છે. શક્ય તેટલું એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવું એ પણ ખુબ જરૂરી છે. તંત્રની કામગીરી સાથે લોકોનો પણ સહયોગ જરૂરી છે. તેમજ જો કોઈ પણ કોરોનાના લક્ષણ દેખાય તો તાત્કાલિક મનપાના આરોગ્ય વિભાગો સંપર્ક અથવા નજીકના આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટ કરાવીને વહેલાસર સારવાર શરૂ કરાવવી જોઈએ.