ETV Bharat / state

Rajkot News: મોદીના જન્મદિને રાજકોટમાં 73 જન ઔષધિ કેન્દ્ર ખુલ્લા મુકાયા - Modi birthday Rajkot

પ્રધાનમંત્રીનો 73 મો જન્મદિવસ ગઈ કાલે હતો. ત્યારે પીએમ મોદીના જન્મદિને રાજકોટમાં 73 જન ઔષધિ કેન્દ્ર ખુલ્લા મુકાયા હતા.રેડક્રોસ સોસાયટીના માધ્યમથી આજે 73 જેટલા જન ઔષધિ કેન્દ્ર દેશને સમર્પિત કર્યા છે. પીએમ મોદીની પ્રેરણાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર અર્થે જરૂરી દવાઓ કિફાયતી દામે મળી રહે તે હેતુથી વર્ષ 2016 થી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

મોદીના જન્મદિને રાજકોટમાં 73 જન ઔષધિ કેન્દ્ર ખુલ્લા મુકાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 12:15 PM IST

રાજકોટ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73 મો જન્મદિવસ હતો. આ અવસરે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ કેમ્પસ ખાતેથી 73 જન ઔષધી કેન્દ્ર ખુલ્લા મુક્યા હતા. ત્યારે રાજકોટના ભાજપના પદાધિકારીઓ સહિત વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોદીના જન્મદિને રાજકોટમાં 73 જન ઔષધિ કેન્દ્ર ખુલ્લા મુકાયા
મોદીના જન્મદિને રાજકોટમાં 73 જન ઔષધિ કેન્દ્ર ખુલ્લા મુકાયા

73 જેટલા જન ઔષધિ કેન્દ્ર દેશને સમર્પિત: કેન્દ્રીય પ્રધાન માંડવીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "તેઓનું જીવન માનવતા અને સેવા કાર્ય સાથે વણાયેલા હોય આપણે પણ તેમાં સહભાગી બની ગરીબ, સામાન્ય પરિવારના લોકોને મદદરૂપ બનીએ. જેના ભાગ રૂપે રેડક્રોસ સોસાયટીના માધ્યમથી આજે 73 જેટલા જન ઔષધિ કેન્દ્ર દેશને સમર્પિત કર્યા છે. પીએમ મોદીની પ્રેરણાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર અર્થે જરૂરી દવાઓ કિફાયતી દામે મળી રહે તે હેતુથી વર્ષ 2016 થી પ્રારંભ કરાયેલા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રના વિસ્તરણ સાથે દેશમાં 9 હજારથી વધુ કેન્દ્રો પર રોજના 20 લાખ લોકો આ દવાનો લાભ લઈ આર્થિક બચત કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કરશે સંચાલન: માંડવીયાએ વધુમાં કહ્યું હતું કે, "જન ઔષધી કેન્દ્ર સારવારની બચતના કેન્દ્રો છે. ભારત દેશમાં આરોગ્ય ક્ષેત્રએ કોમર્સ નહીં પરંતુ સેવાનું માધ્યમ છે. કોરોના સમયે તબીબી ક્ષેત્રે જોડાયેલા લોકોએ કોરોના સમયે ઘર, પરિવારની ચિંતા કર્યા વગર નિઃસ્વાર્થ ભાવે જે સેવા કરી છે. તેને વિશ્વએ પણ બિરદાવી છે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંચાલનમાં રાજકોટ ખાતે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન દ્વારા રાજ્યમાં 73 જન ઔષધી કેન્દ્ર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ તેમજ ગોંડલ હોસ્પિટલ ખાતે એક મળીને ત્રણ ઔષધી કેન્દ્રનો શુભારંભ થયો છે.

  1. Rajkot International Airport: રાજકોટ એરપોર્ટ ઉપર પાયાની સુવિધાઓના અભાવને લઈને સાંસદ રામ મોકરીયાનું નિવેદન
  2. Railway News : સૌરાષ્ટ્રવાસી અને ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગની રેલ કનેક્ટિવિટી વધી, ચાર રાજ્યોથી આવતી છ ટ્રેન રાજકોટ સુધી લંબાવવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.