- 72 ઉમેદવારો યોજશે સભા
- પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી
- 60 વર્ષથી ઉપરના ઉમેદવારોને ટિકિટ આપવામાં નથી આવે
રાજકોટઃ રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે. ત્યારે કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ચૂંટણીને લઇને તમામ 72 ઉમેદરવારો માટે સભાનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન રૂપાણીએ પણ કરી અહીં છે સભા
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે પ્રથમ વખત તેઓ રાજકોટ ખાતેથી ચૂંટણી લડ્યા હતા. એ સમયે તેમને પણ રાજકોટના બહુમાળી ચોક ખાતે સભા સંબોધન બાદ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે હાલના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ બહુમાળી ચોક ખાતેથી સભા સંબોધ્યા બાદ જ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. હવે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે. ત્યારે રાજકોટ મનપાના 72 ઉમેદવારોના નામની જાહેરાત પણ થવાની છે. જેના માટે ઓન અહીં સભાનું આયોજન રાજકોટ ભાજપ દ્વારા કરાયું છે.
ભાજપ પક્ષના નિર્ણયથી ક્યાંય નારાજગી નહીં: રાજુ ધ્રુવ