ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસના અલગ અગલ સમિતિના સાત સદસ્ચોએ એક સાથે રાજીનામા આપ્યા છે. જેમાં સૈયદ હનીફ મીયાં - સેનેટરી ચેરમેન પદેથી, ભાલોડીયા પીન્ટુબેન ઉમેશભાઈ - વીજળી સમિતિ ,રાજયગુરૂ જાગૃતિબેન ધર્મેશભાઈ ખાતર & લાઈબ્રેરી, વઘાસીયા પ્રફુલ્લભાઈ વલ્લભભાઈ - ટેકસ સમિતિ, માવાણીઈલાબેન બાવનજીભાઈ - મહીલા વિકાસ, ટોપીયા જયોત્સનાબેન અનિલભાઈ - કારોબારી અને ઠેસીયા બીનટુબેન સંજયભાઈ - આવાસ યોજના સમિતિ પદેથી રાજીનામું આપી રહ્યાં છે.
સદસ્યો રાજીનામા અંગે જણાવી રહ્યાં છે કે, " તંત્ર એમને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લે છે. તેમજ અમારી વાતને ધ્યાન લેતા નથી. જેના કારણે અમારે પ્રજાનો રોષનો ભોગ બનવું પડે છે. એટલે અમારે રાજીનામુ આપવાની ફરજ પડી છે." આમ, કોંગ્રેસના સદસ્યો પોતાની સાથે થતાં મતભેદ અને વિખવાદના પગલે રાજીનામુ આપી રહ્યા હોવાનું જણાવે છે. ત્યારે શહેરના ભાજપ પ્રમુખ હસુભાઇ ટોપિયા કોંગ્રેસના તમામ સભ્યો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા ન હોવાથી પ્રજાનો ભોગ બનવાના કારણે રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવે છે. તો એક સાથે સાત સભ્યો રાજીનામું આપવાની પાછળ અનેક તર્ક-વિતર્ક અસર કરતાં હોવાનું પાલિકામાં ચર્ચાઇ રહ્યું છે.