રાજકોટઃ રાજકોટમાં વધુ 6 કોરોનાના પોઝિટિવ દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે હવે રાજકોટ શહેરમાં માત્ર ત્રણ જ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 63 પોઝિટિવ કોરોનાના કેસ સામે આવ્યા છે. જેમાંથી 59 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે એક કોરોનાના દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
રાજકોટ ગ્રામ્યની વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્યમાં કોરોનાના કુલ 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. બીજી તરફ રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જેને લઈને રાજકોટ ગ્રીનઝોન તરફ આગળ વધી રહ્યું છે.
રાજકોટમાંથી કોરોનાના પોઝિટિવ 93 ટકા દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓ પણ જંગલેશ્વર વિસ્તારના જ રહેવાસીઓ છે. ત્યારે હવે રાજકોટમાં માત્ર 3 જ પોઝિટિવ દર્દીઓ સારવાર માટે વધતા આરોગ્ય તંત્રને પણ રાહત થઇ છે.