ETV Bharat / state

રાજકોટમાં એક દિવસમાં કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 24 થયા

author img

By

Published : Apr 15, 2020, 8:30 PM IST

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે માત્ર એક જ દિવસમાં રાજકોટમાં કોરોનાના 6 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 24 થઈ ગઇ છે.

Rajkot
રાજકોટમાં

રાજકોટ : કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં 6 નવા કોરોનાના કેસ જંગલેશ્વર વિસ્તારમાં હોવાનું સામે આવ્યું છે. આજે સવારે આવેલ કોરોના પોઝિટિવ કેસમાં એક 11 દિવસની બાળકીનો પણ સમાવેશ થાય છે. જ્યારે એક 47 વર્ષીય પુરૂષ અને એક 37 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે બપોર બાદ વધુ 3 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં 11 દિવસની બાળકીના માતા-પિતા અને એક વૃધ્ધનો એમ આજના દિવસમાં જ એક સાથે 6 પોઝિટિવ કેસ રાજકોટમાં સામે આવ્યા છે.

આ અગાઉ એક સાથે 5 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પરંતુ આજે 6 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હાલ રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 24 થઈ ગઇ છે. જેમાં એક ગ્રામ્યના દર્દીનો પણ સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.